હૈદરાબાદમાં થયેલા સામુહિક દુષ્કર્મ અને બાદમાં તેની હત્યાના મામલામાં ચાર આરોપીઓની ધરપકડ કરાઇ હતી. શુક્રવારે વહેલી સવારે એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
હવે આ એન્કાઉન્ટર પર સવાલો ઉભા કરવામાં આવી રહ્યાં છે. મહિલા અધિકાર કાર્યકર્તા વૃંદા અડિગેએ જણાવ્યું કે, ભારત એક લોકશાહી દેશ છે અને પોલીસે મેન્યુઅલ પ્રમાણે આરોપીઓને પગમાં ગોળી મારવી જોઈએ.
બીજેપી સાંસદ મેનકા ગાંધીએ કહ્યું કે, 'જે પણ ઘટના બની છે તે દેશ માટે ઘણી ભયાનક છે. તમે કોઈને એટલા માટે ન મારી શકો કારણકે તમે એને મારવા ઈચ્છો છો. તમે કાયદો હાથમાં લઈ શકો નહીં'.
આ પહેલા રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રમુખ રેખા શર્માએ કહ્યું કે, દેશના એક સામાન્ય નાગરિક તરીકે મને ખુશી થઈ રહી છે, કે આ પ્રકારનો અંત આપણે તેમના માટે વિચાર્યો હતો, પરંતુ આ અંત કાયદાની મર્યાદામાં રહીને થવો જોઈતો હતો. તે યોગ્ય પ્રક્રિયાના માધ્યમથી થવો જોઈતો હતો.