પુરી (ઓડિશા ): જગન્નાથ મંદિર મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ દિવ્યસિંહ દેબેએ મુખ્યપ્રધાન નવીન પટનાયકને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં કહ્યું કે, 18 જૂનના આદેશમાં આંશિક ફેરફાર માટે હાઈકોર્ટથી રાજ્યસરકારને જલ્દી સંપર્ક કરવાનો આગ્રહ કર્યો છે.
કોરોના મહામારીને લઈને આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે 18 જૂનના રોક લગાવી છે. આપને જણાવી દઈએ કે, આ રથ યાત્રા 23 જૂનના રોજ નીકળવાની હતી, પરંતુ કોરોના સંકટને લઈ પુરીમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક લગાવી છે.
આદેશ પરત લેવાની જે અરજી દાખલ કરવામાં આવી છે જેમાં સુપ્રીમ કોર્ટને 18 જૂનના પોતાનો આદેશને પરત લેવા અને સુધારો કરવાની માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું કે, આ રથ યાત્રામાં લાખો ભક્તોની ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે.
મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે, સાર્વજનિક સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાને રાખી આ વર્ષ પુરીમાં રથ યાત્રાને પરવાનગી આપવામાં આવી નથી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, જો અમે આ રથ યાત્રા આયોજિત કરવાની પરવાનગી આપીયે તો ભગવાન જગન્નાથ અમને માફ કરશે નહી.
આ રથ યાત્રા મહોત્સવ 10થી 12 દિવસ ચાલે છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા માટે લાકડાના ત્રણ વિશાળ રથ બનાવવામાં આવે છે, પુરીમાં 9 દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ રથને બેથી ત્રણ કિલોમીટર ખેચે છે.
પીઠે તેમના આદેશમાં કહ્યું કે, રથ યાત્રા માટે મોટી સંખ્યામાં ભક્તો ભેગા થવાથી કોરોનાનો ખતરો છે. જેથી અમે સાર્વજનિક સ્વાસ્થય અને નાગરિકોની સુરક્ષાના હિતને લઈ રથયાત્રા રદ્દ કરવી જરુરી છે.