પુરી બેઠકને BJDનો ગઢ માનવામાં આવે છે. 1998 બાદ તમામ ચૂંટણીમાં BJDએ જીત હાંસલ કરી છે. 2009માં અહીં BJDના પિનાકી મિશ્રાએ ચૂંટણી જીતી હતી. 2014 માં મોદી લહેરમાં પણ BJD આ બેઠક પર જીત મેળવવામાં સફળ રહી હતી. પિનાકી મિશ્રાને 55.33% મત મળ્યા હતા. જ્યારે બીજા નંબર પર રહેલી કોંગ્રેસને 25% તો ત્રીજા નંબરે રહેલી BJPને 20.76% મત મળ્યા હતા.
ચૂંટણી દરમિયાન મતદાતાઓને લલચાવવા માટે ઉમેદવારોના અલગ-અલગ રંગો દેખાયા હતા. સંબિત પાત્રા પ્રચાર કરવા માટે ઘરેથી ધોતી કુર્તા સાથે ઓડિયા ગમછો ઘારણ કરીને નીકળ્યા હતા અને માથા પર ચંદનનું તિલક પણ કર્યું હતુ. કેટલીયે વખત તેઓએ જાહેર તળાવમાં ડૂબકી લગાવી અને ગ્રામજનોના ઘરે નાસ્તો કરતા પણ નજરે પડ્યા હતાં.