ચંડીગઢ: આખો દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. ત્યારે આ જ ક્રમમાં પંજાબ સરકારે કેટલીક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અંતર્ગત રાજ્યમાં નિવૃત્ત થયેલા પોલીસ કર્મચારીઓનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો છે. સાથે રાજ્યના આરોગ્ય કર્મચારીઓને કર્ફ્યુ દરમિયાન પાસની જરૂર રહેશે નહીં.
પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે મંગળવારે આ માર્ગદર્શિકા વિશે માહિતી આપી હતી અને વીડિયો કોફ્રેન્સ દ્વારા આરોગ્ય કર્મચારીઓ સાથે વાત કરી હતી.
અમરિંદરસિંહે સૂચનામાં જણાવ્યું હતું કે બેંકો, એટીએમ, પોસ્ટઓફિસ આખા અઠવાડિયા સુધી ખુલી રહેશે. આ સિવાય કર્ફ્યુ 31 માર્ચથી વધારીને 14 એપ્રિલ સુધી કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે જે પોલીસકર્મીઓ નિવૃત થવાના છે. તે પોલીસકર્મીઓનો કાર્યકાળ કોરોના સામે લડવા માટે વધારી દેવામાં આવ્યો છે