નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાને પહોંચી વળવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. તે દરમિયાન પંજાબથી એક મોટો સમાચાર આવી રહ્યાં છે. રાજ્યમાં કોરોના વધતા જતા કેસોને જોતા મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યમાં 17 મે સુધી કર્ફ્યુ વધારવાનો નિર્ણય લીધો છે.
પંજાબના મુખ્યપ્રધાને કહ્યું કે, આજે કોરોના રોગચાળાને કારણે રાજ્યમાં કર્ફ્યુ અને લોકડાઉનનો 38મો દિવસ છે. એક દિવસ, બે દિવસ કરવું સારું છે, પરંતુ 38 દિવસ કરવું તમારા માટે મોટો બલિદાન છે. તમે તમારા પંજાબ માટે આ બલિદાન આપ્યું છે.
કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યું કે, લોકોને રાહત આપવા રોજ સવારે 7થી 11 વાગ્યા સુધી લોકડાઉન એક છૂટ આપવામાં આવશે. જેમાં તમે તમારા ઘરની બહાર આવી શકો છો, દુકાનો ખુલી રહેશે. 11 વાગ્યા પછી ફરીથી લોકડાઉન ચાલુ થશે. હવે આગળ વધુ બે અઠવાડિયા સુધી લોકડાઉન યથવત રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં કોરોનાના અત્યાર સુધીમાં 347 કેસ નોંધાયા છે. જો કે, સમગ્ર દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 31 હજારને વટાવી ગઈ છે.