ઓલ ઈન્ડિયા ઈત્તેહાદુલ મુસ્લિમીન AIMIM પ્રમખ અસવુદ્દીન ઔવેસીએ વડાપ્રધાન પર આક્ષેપ કર્યો કે તેઓ નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિક નોંધણી તેમજ રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર દ્વારા દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
બિહારના કિશનગંજમાં રૂઈધાશા મેદાનમાં રવિવારે AIMIM તરફથી આયોજિત આ રેલીમાં ઔવેસીએ કહ્યું કે, વડા પ્રધાન દેશનું વિભાજન ઈચ્છે છે. ઔવેસીએ ભાજપે મુસ્લિમ સમુદાય વિરુદ્ઘનો પક્ષ હવોાનું ગણાવ્યું હતુ.
આ કાર્યક્રમમાં બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંજી જોડાવાના હતા, પરંતુ અંત સમયે તેઓનું કાર્યક્રમમાં આવવાનું રદ્દ થયું.