સરકાર કંઈ પણ કરાવી શકી નથી !
ઈટીવી ભારતની ટીમે જ્યારે હરિયાણાની જનતા સાથે વાત કરી તો જાણવા મળ્યું કે, સરકાર કશું પણ કરતી નથી. ગામને દત્તક તો લીધું પણ અહીં કોઈ વિકાસના કામ થયા નથી. ગામ લોકોનું કહેવું છે કે, તેમને સૌથી પહેલા પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો જોઈએ છે.
ખેડૂતોને વીમાની સહાય મળવી જોઈએ
એટલું જ નહીં ગામલોકોની માગણી છે કે, ખેડૂતોને પાકવીમાની રકમ નથી મળતી. અમને વીમા યોજનાનો લાભ મળવો જોઈએ. તથા ભ્રષ્ટ અધિકારીઓ પર કાર્યવાહી થવી જોઈએ.
ગામમાં કોઈ સરકારી હોસ્પિટલ જ નથી !
સ્વાસ્થ્ય સેવાને લઈ ગામલોકો ખૂબ જ ગંભીર છે. ગામલોકોએ જણાવ્યું હતું કે, અહીં અનેક ગામમાં હોસ્પિટલ જ નથી. જે છે તે પણ ઘણી ખરાબ હાલતમાં છે, તેથી સૌથી પહેલા તેને સુધારવામાં આવે. ધારાસભ્યો પર આરોપ લગાવતા જણાવ્યું કે, અહીંયા ધારાસભ્યોઓ આવતા નથી તથા એક પણ વિકાસના કામ કરાવ્યા નથી.