રાજસ્થાન: બસપા ધારાસભ્યોની પક્ષાપક્ષી મામલે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, જે 6 ધારાસભ્યો પક્ષની ફેરબદલ કરી રહ્યા છે તેઓ જ્યાં સુધી કયા પક્ષમાં રહેવું તે નક્કી ન કરી લે ત્યાં સુધી તેમને વિધાનસભા ગૃહમાં પ્રવેશ આપવો જોઈએ નહી.
આ ઉપરાંત અરજીમાં જણાવવામાં આવ્યું કે, વારંવાર પક્ષની ફેરબદલ કરતા ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. પક્ષના વિવાદ અંગે સ્પીકર દ્વારા ગત વર્ષે 18 સપ્ટેમ્બરના રોજ જે આદેશ આપવામાં આવ્યો છે તે જ માન્ય ગણવો જોઇએ. લોકોએ બસપા ઉમેદવારને મત આપી વિજયી બનાવ્યો હતો પરંતુ સ્પીકર જનાદેશની અવગણના કરીને તેને કોંગ્રેસમાં જવા દીધો.