ETV Bharat / bharat

PUBG અને ભારત

સરકારે PUBG મોબાઇલ, PUBG મોબાઇલ લાઇટ અને અન્ય 116 ચાઇનિઝ એપ્સ પર પ્રતિબંધ ફરમાવ્યો છે, કારણ કે આ એપ્સ ભારતના યુઝર્સની સલામતી અને ગુપ્તતા માટે જોખમી છે. આ જ કારણસર જૂનમાં 59 અને જુલાઇમાં 47 ચાઇનિઝ એપ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

etv bharat
PUBG અને ભારત
author img

By

Published : Sep 19, 2020, 8:31 PM IST

ન્યૂઝ ડેસ્ક: ચાઇનિઝ કંપની ટેન્સન્ટની માલિકીની PUBG એપ 2017માં ભારતીય બજારમાં પ્રવેશી હતી. ગણતરીનાં વર્ષોમાં જ PUBGએ દેશની સૌથી વધુ ડાઉનલોડ થયેલી અને સૌથી વધુ રમાયેલી મોબાઇલ ગેમ્સમાં સ્થાન મેળવી લીધું. એપ એન્નીનો ડેટા દર્શાવે છે કે, ભારતમાં પબજીના 50 મિલિયન કરતાં વધુ યુઝર્સ હતા, જેમાંથી 35 મિલિયન એક્ટિવ યુઝર્સ હતા. ડાઉનલોડની સંખ્યાની દ્રષ્ટિએ લોકપ્રિયતા ઝંખવાઇ હોવા છતાં, આ ગેમિંગ એપ પ્રત્યેના લોકોના વળગણના કારણે ઘણા અનિચ્છનીય બનાવો પણ બન્યા હતા, જે અખબારોની હેડલાઇન્સ બન્યા હતા. લોકોએ આત્મહત્યા કરી હતી, અન્ય લોકોને મોતને ઘાટ ઊતાર્યા હતા અને ગેમને કારણે સર્જાયેલા અકસ્માતમાં જીવ પણ ગુમાવ્યો હતો.

2019માં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝિસ (ICD-11- બિમારીના આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ)માં ગેમિંગને એક ડિસોર્ડર (વિકાર) તરીકે વર્ગીકૃત કરી હતી.

પબજીને પગલે બનેલી કેટલીક અનિચ્છનીય ઘટનાઓ આ પ્રમાણે છેઃ

પંજાબના ટીનેજરે પબજી ઇન-ગેમ ટ્રાન્સ્ઝેક્શનમાં રૂ. 16 લાખ ખર્ચ્યા

16 વર્ષના છોકરાએ ઇન-ગેમ કોસ્મેટિક આઇટમ્સ, આર્ટિલરી (તોપખાનાં), ટુર્નામેન્ટ્સ માટેના પાસ અને વર્ચ્યુઅલ એમ્યુનિશનની ખરીદી કરવા માટે તેના માતા-પિતાના ખાતામાંથી નાણાં ખર્ચ્યાં હતાં. તેના માતા-પિતાએ છોકરાના પિતાના દાક્તરી ખર્ચ માટે આ નાણાં બચતપેટે મૂકી રાખ્યાં હતાં.

PUBGના કારણે મધ્ય પ્રદેશમાં એક શખ્સ પાણીને બદલે એસિડ ગટગટાવી ગયો

માર્ચ, 2019માં PUBGની મેચ રમવામાં મગ્ન થઇ ગયેલો એક યુવક તરસ છીપાવવા માટે ભૂલથી પાણીના બદલે એસિડ ગટગટાવી ગયો હતો. 25 વર્ષના છિંદવાડાના યુવકે PUBGમાં ખરાખરીનો જંગ જામ્યો હતો, ત્યારે પાણીની બોટલને બદલે એસિડનો બાટલો ઊઠાવ્યો અને એસિડના થોડા ઘૂંટડા ગટગટાવી ગયો. તે યુવકને તો બચાવી લેવાયો, પણ એસિડ પેટમાં જવાથી તેના પેટમાં અલ્સર થઇ ગયું અને થોડા દિવસો સુધી તે કશું ખાઇ ન શક્યો. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આટલું ઓછું હોય, તેમ તે યુવક હોસ્પિટલમાં હતો, ત્યારે પણ PUBGમાં જ રચ્યો-પચ્યો રહેતો હતો.

પશ્ચિમ બંગાળઃ PUBG પર પ્રતિબંધ: 21 વર્ષના વિદ્યાર્થીને ગેમ રમવા ન મળતાં આત્મહત્યા કરી

પ્લેયર અન-નોન્સ બેટલગ્રાઉન્ડ્ઝ રોયલ ગેમ (PUBG) પર પ્રતિબંધ મૂકાઇ જતાં હવે આ ગેમ રમી ન શકવાનો આઘાત લાગતાં 21 વર્ષના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. આ વિદ્યાર્થી પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લાનો હતો અને તેણે 4 સપ્ટેમ્બર, 2020ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. ભારતમાં PUBG મોબાઇલ પર પ્રતિબંધ મૂકાયો, તેના કારણે આ છોકરો હતાશામાં સરી પડ્યો હોવાનું માલૂમ પડ્યું હતું અને તેના પરિવારની પૂછપરછ કરતાં માલૂમ પડ્યું હતું કે, પ્રતિબંધ મૂકાયા બાદ તે આ ગેમ ન રમી શકતો હોવાથી તેણે આપઘાત કરી લીધો હતો.

PUBG પ્રત્યેના વળગણના કારણે જમ્મુના આ યુવકને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું

જાન્યુઆરી, 2019માં જમ્મુના એક ફિટનેસ ટ્રેનરને PUBGની એવી લત લાગી ગઇ હતી કે, તે રમત રમવા દરમિયાન સ્વયંને ઇજા પહોંચાડવા માંડ્યો હતો. તેનું આ વ્યસન તેને એક એવા સ્તર પર લઇ ગયું હતું, કે જ્યાં ગેમ રમતી વખતે તે સ્વયંને જ નુકસાન પહોંચાડતો હતો. તે એટલો ઇજાગ્રસ્ત થઇ ગયો કે તેને હોસ્પિટલ લઇ જવો પડ્યો હતો. આ ફિટનેસ ટ્રેનર સળંગ 10 દિવસ સુધી PUBG રમવાના કારણે માનસિક રીતે અસ્થિર થઇ ગયો.

કર્ણાટકઃ PUBGના વ્યસની થઇ ચૂકેલા પુત્રને પિતાએ ઠપકો આપતાં પુત્રએ પિતાને રહેંસી નાખ્યા

કર્ણાટકાના બેલાગાવી જિલ્લાના કાકટી ગામમાં 25 વર્ષના પોલિટેકનિકના વિદ્યાર્થીને તેના પિતાએ પ્લેયર અન-નોન્સ બેટલગ્રાઉન્ડ્ઝ (PUBG) પ્રત્યેની તેની લત બદલ ઠપકો આપતાં યુવકે તેના પિતાની હત્યા કરી હતી. 61 વર્ષના નિવૃત્ત પોલીસકર્મી પિતા અને પુત્ર વચ્ચે PUBGની લત મામલે ઉગ્ર બોલાચાલી થયા બાદ યુવકે તેના પિતાનું મસ્તક અને પગ કાપી નાંખ્યાં હતાં.

મહારાષ્ટ્રઃ PUBG રમતાં અટકાવવા બદલ સગા ભાઇની હત્યા કરી

મોટાભાઇએ નાનાભાઇને સતત PUBG રમતા રહેવા બદલ ઠપકો આપતાં 15 વર્ષીય છોકરાએ તેના મોટાભાઇ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેને મોતને ઘાટ ઊતાર્યો હતો. આ ઘટના થાણેમાં બની હતી. મોટોભાઇ PUBG રમતાં અટકાવતો હોવાથી નાનાભાઇના માથે એટલું ખુન્નસ સવાર થઇ ગયું કે, તેણે મોટાભાઇનું માથું દીવાલ સાથે અથડાવ્યું અને તેના શરીરમાં કાતરના ઉપરા-ઉપરી ઘા ઝીંકી દીધા.

પૂણેઃ PUBG રમવા દરમિયાન યુવકને બ્રેઇન સ્ટ્રોક આવતાં મોત નીપજ્યું

મહારાષ્ટ્રના પૂણેમાં 25 વર્ષના એક યુવકને PUBG રમવા દરમિયાન બ્રેઇન સ્ટ્રોક આવતાં જાન્યુઆરી, 2020માં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોસ્ટ મોર્ટમના રિપોર્ટમાં ટિશ્યૂ નેક્રોસિસ સાથે ઇન્ટ્રાસેરેબ્રલ બ્લીડિંગના કારણે મોત નીપજ્યું હોવાનું માલૂમ પડ્યું હતું. મૃતક ઓનલાઇન ગેમ PUBG રમવા દરમિયાન અતિશય રોમાંચિત થઇ ગયો હોવાથી આ સ્થિતિ સર્જાઇ હતી અને તેને સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. ઇન્ટ્રાસેરેબ્રલ હેમરેજ એ બ્રેઇન ટિશ્યૂની અંદર થતા રક્તસ્રાવના કારણે આવતો જીવલેણ પ્રકારનો સ્ટ્રોક છે.

મહારાષ્ટ્રમાં PUBG રમવામાં મશગૂલ બે યુવાનોનાં ટ્રેનની નીચે કચડાઇ જવાથી મોત

મહારાષ્ટ્રના હિંગોળી જિલલ્ના બે યુવકો તેમના મોબાઇલ ફોનમાં PUBG રમવામાં એટલા મશગૂલ થઇ ગયા હતા કે, ધસમસતી ટ્રેન નીચે કચડાઇ ગયા હતા. મોબાઇલ ફોનમાં તેમનું યુદ્ધ એટલી પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું કે, તેમની તરફ પુરપાટવેગે આવી રહેલી ટ્રેન તરફ પણ તેમનું ધ્યાન ન ગયું. 24 અને 22 વર્ષના આ યુવકો રેલવેના પાટા પર PUBG રમી રહ્યા હતા. હૈદરાબાદ-અજમેર ટ્રેનની નીચે તેઓ કચડાઇ ગયા હતા.

SSLCનો ટોપર પબજીની લત લાગતાં નપાસ થયો

કર્ણાટકમાં રહેતા એક વિદ્યાર્થીએ તેની ફર્સ્ટ યરની પ્રિ-યુનિવર્સિટીની ઇકોનોમિક્સની પરીક્ષામાં વિષયના પ્રશ્નોના જવાબ લખવાને બદલે PUBG રમવા માટેની ગાઇડ લખી નાંખતાં તે નપાસ થયો હતો. રાષ્ટ્રીય આવક અને જીડીપી અંગે સમજૂતી આપવાના બદલે આ મહાશયે PUBGની રમતના નિયમો લખીને ઉત્તરવહી ભરી દીધી. નોંધપાત્ર બાબત એ છે કે, અગાઉ આ છોકરો અભ્યાસમાં તેજસ્વી હતો અને તેણે SSLCની પરીક્ષા ડિસ્ટિંક્શન સાથે પાસ કરી હતી, પરંતુ એક વાર PUBGની લત લાગ્યા પછી આ મોબાઇલ ગેમ જ તેનું વિશ્વ બની ગઇ હતી અને તેને PUBG સિવાય કશાનું સાન-ભાન ન હતું. તેના માતા-પિતાએ તેની પાસેથી મોબાઇલ ફોન લઇ લીધો, પરંતુ ગેમની તસવીરો તેના મગજમાં ભમતી જ રહે છે.

તેલંગણાના છોકરાનું સતત 45 દિવસ સુધી PUBG મોબાઇલ રમ્યા બાદ મોત

છોકરાને સળંગ એક મહિના કરતાં વધુ સમય સુધી PUBGની લોકપ્રિય મોબાઇલ ગેમ રમતા રહેવાના કારણે ગરદનનો ગંભીર દુખાવો થઇ ગયો હતો. તેણે ગરદનમાં અસહ્ય દુખાવો થવાની ફરિયાદ કર્યા બાદ તેને હોસ્પિટલ લઇ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન માર્ચ, 2019માં તેનું અવસાન થયું હતું. તેના રિપોર્ટ સૂચવે છે કે, લાંબા સમય સુધી PUBG રમતાં રહેવાના કારણે તેની ગરદન ફરતેના ચેતાતંતુઓને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે આખરે તેનું મોત નીપજ્યું.

મહારાષ્ટ્રના પોલીસકર્મીના 13 વર્ષના છોકરાએ PUBGમાં હારી જતાં હતાશાના કારણે જીવન ટૂંકાવ્યું

જુલાઇ, 2020માં સાતમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તેના ઘરની બારીના સળિયા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. તે છોકરો PUBG ગેમમાં હારી જવાના કારણે હતાશામાં સરી પડ્યો હતો. છોકરો લગભગ આખો દિવસ મોબાઇલ પર ગેમ જ રમતો રહેતો હતો. તેના પિતા નાગપુર પોલીસ દળમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

PUBG પર લોકડાઉનનો પ્રભાવ

લોકડાઉન દરમિયાન PUBG ભારતમાં સૌથી વધુ રમાયેલી રમત હતી. લોકડાઉન દરમિયાન આશરે 22 લાખ લોકો PUBG રમ્યા હતા. ઉપરાંત, જાન્યુઆરી અને એપ્રિલની વચ્ચેના ગાળામાં પણ રમતમાં નોંધપાત્ર ઊછાળો આવ્યો હતો. એનાલિટિક્સ ફર્મ સેન્સર ટાવર દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર, કોવિડ-19 મહામારી અને લોકડાઉનના કારણે લોકો ઘરમાં જ રહેતા હોવાથી PUBGએ માર્ચ મહિનામાં 270 મિલિયન (આશરે રૂ. 2,021 કરોડ)ની વિક્રમજનક કમાણી કરી હતી.

Pubg અને Faug

ભારતમાં PUBG પર પ્રતિબંધ મૂકાયા બાદ PUBG કોર્પોરેશન ભારતમાંથી તેને મળતી આવકના કારણે સતત ભારતમાં પરત ફરવાના પ્રયાસો કરી રહ્યું છે. તાજેતરમાં જ PUBGએ જાહેરાત કરી છે કે, હવેથી PUBG મોબાઇલ ભારતમાં ચીન આધારિત ટેન્સન્ટ ગેમ્સ દ્વારા નિયંત્રિત નહીં થાય અને દક્ષિણ કોરિયા સ્થિત કંપની PUBGની તમામ પેટા-કંપનીઓનો ચાર્જ પૂર્ણપણે સંભાળશે. વૈશ્વિક સ્તરે, PUBGના 25 ટકા યુઝર્સ ભારતમાં હતા.

વળી, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ આપવા માટે PUBGના વિકલ્પ તરીકે FAUG ગેમની જાહેરાત કરી છે અને આ ગેમમાંથી થયેલી ચોખ્ખી આવકનો 20 ટકા હિસ્સો ‘ભારત કે વીર’ ટ્રસ્ટમાં આપવામાં આવશે.

ભારતમાંથી PUBGને થતી આવક

સમન્વિત રીતે જોતાં, (અગાઉની 59 એપ્સ, ત્યાર પછી વધુ 47 એપ્સ અને તાજેતરમાં 118 એપ્સ સહિતની) તમામ પ્રતિબંધ એપ્સ સંયુક્તપણે ભારતમાંથી દર વર્ષે 200 મિલિયન ડોલરની સીધી કમાણી કરતી હોવાનો અંદાજ છે. બેટલ રોયાલની ટાઇટલ ગેમ PUBG મોબાઇલની વૈશ્વિક આવકમાં ચાલુ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 1.3 અબજ ડોલર (અંદાજે રૂ. 9,731 કરોડ)નો વધારો નોંધાયો હતો, જેને પગલે તેનું આજીવન કલેક્શન ત્રણ બજ ડોલર (આશરે રૂ. 22,457 કરોડ) થાય છે, જેમાંથી વિશ્વમાં આ ગેમ સૌથી વધુ 175 મિલિયન ઇન્સ્ટોલ્સ સાથે ભારતમાં ડાઉનલોડ કરવામાં આવી છે. આ ગેમિંગ પ્લેટફોર્મના સ્થાપકે ઉમેર્યું હતું કે, PUBG મોબાઇલે માત્ર ઇન-એપ પર્ચેઝ દ્વારા ભારતીય યુઝર્સ થકી 2019માં લગભઘ 100 મિલિયન ડોલરની કમાણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.