ટી એસોસિએશનના સલાહકાર વિદ્યાનંદ બરકાકોટીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, શિયાળો ચા ના ઉત્પાદન માટે ઉત્તમ સમયગાળો છે. પરંતુ નાગરિકતા સંશોધન એક્ટના કારણે ચાલી રહેલા વિરોધના પગલે ચા ના બગીચાઓમાં તેના ઉત્પાદન અને પત્તીઓ તોડવાની કામગીરી પ્રભાવીત થઈ છે.
વિદ્યાનંદે એમ પણ ઉમેર્યુ હતું કે, છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં આ વર્ષે વાતાવરણ ચા ના ઉત્પાદન માટે શ્રેષ્ઠ છે. સારી ગુણવત્તાની ચા પેદા થઈ શકે છે. પરંતુ વિરોધ પ્રદર્શનના કારણે કામકાજમાં મુશ્કેલી સર્જાય રહી છે.
ઑલ આસામ ટી ગ્રોવર્સ એસોસિએશનના મહાસચિવ કરુણા મહંતે જણાવ્યુ હતું કે, 'મંગળવારે બંધ દરમિયાન મોટાભાગના બગીચાઓ બંધ રહ્યા. શુક્રવારે છુટછવાયા બગીચાઓમાં ચા ની પત્તીઓ તોડવાનું કામ થયુ હતું. પરિવહન સેવાઓ બંધ હોવાથી શ્રમિકો બગીચા સુધી પહોંચી શક્યા નહોતા.'
ઉત્પાદકોએ જણાવ્યુ હતું કે, શ્રમિકોની અછતના કારણએ ચા બોર્ડે પત્તીઓ તોડવાનો સમયગાળો વધારી 19 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. આ પહેલા ડિસેમ્બર મધ્ય સુધીનો રાખ્યો હતો.
તેમણે કહ્યુ હતું કે, વિરોધ પ્રદર્શનના કારણે ઈન્ટરનેટ સેવા બંધ કરી હોવાથી શ્રમિકોને વળતર આપવામાં સમસ્યા સર્જાય શકે છે. કારણે કે બેંકિંગ સેવા ઠપ્પ થઈ શકે છે.
ગુવાહટી ટી ઑક્શન બાયર્સ એસોસિએશનના સચિવ દિનેશ બિહાનીએ જણાવ્યુ હતું કે, પ્રતિ સપ્તાહ 40-45 લાખ કિલો ચાનું વેચાણ થાય છે. પરંતુ આ અઠવાડિયામાં માત્ર 15 લાખ કિલો ચાનું વેચાણ થયુ છે.