મહારાષ્ટ્રના પુણેમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ બહાર રવિવારે મધરાત્રે છાત્રોએ ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવાનું શરૂ કર્યું છે. JNUમાં થયેલી હિંસા વિરૂદ્ધ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી ABVP અને RSS વિરૂદ્ધ સુત્રોચાર કર્યા હતા.

આ સાથે જ મુંબઈમાં ગેટ વે ઓફ ઇન્ડિયા બહાર પણ વિવિધ સંસ્થાઓ તેમજ અલગ અલગ કોલેજના છાત્રો ઉમટ્યા છે અને આ હિંસાની વિરૂદ્ધમાં પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા ગૃહપ્રધાન અમિત શાહના તાત્કાલિક રાજીનામાની પણ માગ કરવમાં આવી રહી છે.