રાજ્યસભામાં બુધવારે નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન આસામ, મણિપુર, ત્રિુપુરા, મિઝોરમ, અરુણાચલ અને મેઘાલયમાં પ્રદર્શન થયું હતું. આસામમાં હજારો વિદ્યાર્થીઓએ વિધાનસભા તરફ રેલી કાઢી હતી. ડિબ્રૂગઢમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ સ્થિતિને જોતા સેનાને સ્ટેન્ડબાઈ રાખવામી આવી છે. ત્રિપુરામાં પણ દેખાવકારોએ રસ્તા પર માર્ચ કાઢી. અહી રાજ્ય સરકારે ઈન્ટરનેટને બંધ કરી દીધું છે. નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન (નેસો)ની આગેવાનીમાં ત્રણ દિવસથી ચાલી રહેલા વિરોધને 30 વિદ્યાર્થીઓ અને ડાબેરી સંગઠનો સમર્થન કરી રહ્યાં છે.
નોર્થ ઈસ્ટમાં એવો ડર છે કે, બિલ લાગુ થતાની સાથે જ અહીંની ભાષા, સંસ્કૃતિ અને ઓળખ માટે ખતરો સર્જાશે. જો કે, અમિત શાહે લોકસભા અને રાજ્યસભામાં સ્પષ્ટ કરી દીધું છે કે, નોર્થ ઈસ્ટના રાજ્યોની ભાષા, સંસ્કૃતિ અને ઓળખની રક્ષા માટે કેન્દ્ર પ્રતિબદ્ધ છે.
ગૃહ મંત્રાલયના અધિકારીઓ પ્રમાણે નાગરિકતા વિધેયકને લઈને વિરોધને ધ્યાનમાં રાખી શાંતિ જળાવાઈ રહે તે માટે અર્ધ સૈનિક દળોના પાંચ હજાર જવાનો પૂર્વોત્તર ભારત મોકલવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ જીએસ રોડ પર અવરોધને તોડી નાખ્યો, જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો. તેમજ ટીયર ગેસના સેલ પણ છોડ્યા, જેના વિદ્યાર્થીઓએ ઉઠાવીને પોલીસકર્મી પર સામા ફેંક્યા.
આસમમાં નાગરિકતા સંશોધન વિધેયક વિરુદ્ધ મોટાપાયે વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી પૂર્વોત્તર સીમાંતર રેલવેએ બુધવારે ઘણી ટ્રેનોન રદ્દ કરી દીધી અને કેટલીક ટ્રેન રિશેડ્યૂલ કરવામાં આવી જે રાજ્યામાંથી પસાર થાય છે.