સુપ્રિમ કોર્ટે પ્રિયંકા શર્માના શરતી જામીન મંજૂર કર્યા છે. SCએ જણાવ્યુ છે કે, જો પ્રિયંકા પોતે કરેલી ફેસબુક પોસ્ટ પર માફી માંગે છે તો જ તેને જામીન આપવામાં આવશે. બહાર આવતા જ પ્રિયંકાએ માફી માંગવી પડશે. સુપ્રિમ કોર્ટે પ્રિયંકાની જામીન અરજી પર પશ્ચિમ બંગાળની સરકારને પણ નોટિસ પાઠવી છે. જો કે આ નોટિસ બાબતે સુપ્રિમ કોર્ટે પછીથી સુનાવણી આપશે.
પ્રિયંકાની મા રાજકુમારી શર્માએ પોતાની પુત્રીને જામીન મળવાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે તે પોતાની પુત્રીની ઘરે આવવાની રાહ જોઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપની યુવા મોર્ચાની નેતા પ્રિયંકા શર્માઅ ફેસબુક પર એક એવો ફોટો શેર કર્યો હતો જેના કારણે તે વિવાદોમાં સપડાઇ ગઇ હતી. ન્યૂયોર્કમાં ચાલી રહેલા "મેટ ગાલા" સમારોહમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડાના ફોટા પર ફોટોશોપ દ્વારા મમતા બેનર્જીનો ચહેરો લગાવવામાં આવ્યો હતો.