કેન્દ્રીય પ્રધાન પુરીએ કહ્યું હતું કે, ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં એર ઈન્ડિયાના વેચાણ માટે બનાવવામાં આવેલી વૈકલ્પિક તંત્રની પ્રથમ બેઠક ટૂંક સમયમાં જ મળશે.
પ્રધાને આગળ જણાવ્યું હતું કે, આ બેઠક બાદ તુરંત જ રોકાણકારોની પ્રક્રિયા ઝપડી બનશે.
પુરીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર એરલાઈનના વેચાણને સમયસર સૌથી લાંબા ચાલનારા કરારને કરવા કટિબદ્ધ છે.
કેન્દ્ર સરકારે જૂનમાં રાષ્ટ્રીય વિમાન કંપની અને તેની સહાયક પાંચ કંપનીઓએ રોકાણ પ્રક્રિયા ફરી વખત શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
ગત વર્ષે જ સરકારે એરલાઈનને ઉગારવા માટે યોજના પર કામ શરૂ કર્યું હતું. જે અંતર્ગત પેકેજ આપવા તથા કંપનીની સંપતિના વેચાણવેરાને ઝપ્ત કરવાની યોજના બનાવી છે.
આ યોજનાથી એરલાઈનના નાણાકીય અને સેવાના પ્રદર્શનમાં પણ સુધારો થશે.
સરકારે અગાઉ એર ઈન્ડિયાની 76 ટકા ભાગીદારી વેચવાનો નિર્ણય લીધો હતો. પણ કોઈ બોલી લગાવવા સામે નહોતું આવ્યું.