હૈદરાબાદઃ લોકલ સર્કલ્સ એ લોકડાઉન 4.0.ના અંતમાં સરકારે શું કરવું જોઈએ તેના પર નાગરિકનો અભિપ્રાય મેળવવા માટે એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું.દ્વિ-મત સર્વેક્ષણમાં દેશના 221 જિલ્લાઓમાંથી 18,000 થી વધુ લોકો ના મત પ્રાપ્ત થયા છે. નાગરીકો નિયમિતપણે એક બીજાની વચ્ચે કોવીડ -19 સુધારાઓ, ચિંતાઓ, જોખમો અને અનુભવોની ચર્ચા કરી રહ્યા છે. કોવીડ-19 પર નાગરિકના પરિપ્રેક્ષ્યની ઉંડાણપૂર્વક સમજ મેળવવા માટે, લોકલ સર્કલ્સ એ એક સર્વેક્ષણ હાથ ધર્યું છે અને દેશના 237 જિલ્લામાં રહેતા નાગરિકોના 40.000 થી વધુ પ્રતિસાદ પ્રાપ્ત કર્યા છે ..
પ્રથમ પ્રશ્નમાં, નાગરિકોને તેમના સામાજિક નેટવર્કમાં કોવીડ-19 ના વ્યાપ વિશે પૂછવામાં આવ્યું હતું. 7% પ્રતિસાદ આપનારોએ જણાવ્યું હતુ કે તેઓના સામાજિક વર્તુળો માં ઓછામાં ઓછું એક કોવીડ-19 પોઝિટિવ છે, એટલે કે કુટુંબ, મિત્રો, સાથીઓ, પડોશી વગેરે
ઘણા નાગરિકો ગુણવત્તાની દ્રષ્ટિએ સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલો કરતા દેશની ખાનગી આરોગ્ય સંભાળ પદ્વતિ ને વધુ સારી માને છે. ટોચના મહાનગરોમાંના ઘણા લોકો વચ્ચે સામાન્ય માન્યતા એ છે કે મોટાભાગની સરકારી હોસ્પિટલો વંચિત વર્ગની છે અને તેનું ખરાબ સંચાલન કરવામાં આવે છે.
આગળના પ્રશ્નમાં લોકોને પૂછવામાં આવ્યું કે જો તેઓ કોવીડ-19 પોઝિટિવ થઇ જાય , તો તેઓ સારવાર માટે ક્યાં જવાનું પસંદ કરશે. તેના જવાબમાં, 32% નાગરિકોએ કહ્યું કે જો તેઓ કોવિડ -19 પોઝિટિવ બનશે તો તેઓ ખાનગી હોસ્પિટલમાં જવા ઇચ્છશે. 22% લોકોએ જણાવ્યું હતું કે તેઓ સરકારી હોસ્પિટલમાં જવા માંગશે અને 32% લોકોએ કહ્યું કે તેઓ કોઈ પણ હોસ્પિટલમાં જવા નથી માંગતા. 14% તેના વિશે અચોક્કસ હતા.
અગાઉ, જ્યારે માર્ચ 2020 માં ભારતમાં કોવીડ-19 ફેલાવાનું શરૂ થયું, ત્યારે ફક્ત સરકારી હોસ્પિટલોને કોવીડ-19 સારવાર માટેનાં કેન્દ્રો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ખાનગી હોસ્પિટલોને પસંદ કરવાની છુટ આપવામાં આવી હતી
સ્ત્રોત : મીડિયા અહેવાલો