જમીનથી જમીન પર પ્રહાર કરવામાં સક્ષમ આ મિસાઈલના પરીક્ષના એક અઠવાડિયા પહેલાં પણ ગત 20 નવેમ્બરના રોજ ‘પૃથ્વી-2’ મિસાઈલને રાતમાં ટેસ્ટ રેન્જથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ‘પૃથ્વી-2’નું પરીક્ષણ સફળ રહ્યું અને પરીક્ષણ દરેક માપદંડ પર યોગ્ય સાબિત થયું હતું. આ નિયમિત પરીક્ષણ હતું, કોઈ યુદ્ધાભ્યાસ નહતો.
‘પૃથ્વી-2’ની મારક ક્ષમતા 350 કિલોમીટર છે. જેનું પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર રેન્જથી મંગળવાર સાંજે 7:50 કલાકે કરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ‘પૃથ્વી-2’ મિસાઈલ 500 કિલોગ્રામ અને 1000 કિલોગ્રામ સુધી વિસ્ફોટક પોતાની સાથે લઈ જવામાં સક્ષમ છે. મિસાઈલનું સંચાલન લિક્વીડ ઈંધણ અને બે એન્જીનથી કરવામાં આવે છે.
આ મિસાઈલની પસંદગી પ્રોડક્શન સ્ટોકમાંથી કરવામાં આવી હતી. જેની લોન્ચિંગ પ્રોસેસ સશસ્ત્ર દળ અને સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડે હાથ ધરી હતી. આ પરીક્ષણ DRDOની દેખરેખમાં કરવામાં આવ્યું હતું.