વારાણસી : શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષ સારનાથના મ્યુઝિયમ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી બધી વસ્તુનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ ગૌતમ બુદ્ધના મંદિરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગૌતમ બુદ્ધની પૂજા અર્ચના કરી હતી. તેમજ મંદિરમાં ભેટ પણ ધરી હતી.
તે ઉપરાંત મંદિર પહોંચેલા લોકોએ વડાપ્રધાનને સિલ્કનો દુપટ્ટો પહેરાવ્યો તેમજ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમનું માનવું છે કે, જેવી રીતે ભારતમાં ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી વસ્તુને સુરક્ષિત રાખવામાં આવી છે. તે બહુ જ ખાસ છે. તેમજ વિશ્વમાં શાંતિ રહે તેવી પ્રાર્થના કરી હતી.