વડાપ્રધાન મોદી માલદીવ બાદ રવિવારે શ્રીલંકાના પ્રવાસે નીકળી જશે. અહીં વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ સિરિસેના અને મુખ્ય અધિકારીઓ સાથે મુલાકાત યોજશે. વડાપ્રધાન મોદી આ અગાઉ શનિવારે માલદીવના પ્રવાસે હતાં. વડાપ્રધાન મોદીના આ પ્રવાસને લઈ ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત અને શ્રીલંકા વચ્ચે બંને દેશોના સંબંધોમાં ભારત શ્રીલંકાની સાથે હંમેશા ઊભુ રહેશે, જેને લઈ આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રાલયે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, કોઈ પણ પરિસ્થિતિમાં ભારત શ્રીલંકાને મદદ કરશે.
આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીની આ ત્રીજી યાત્રા છે.આ અગાઉ તેઓ 2015 અને 2017માં પણ શ્રીલંકા ગયા હતાં.