વડાપ્રધાન મોદી આજે દુમકા ખાતે વિધાનસભા ચૂંટણીના પ્રચારને લઇને દુમકામાં જનમેદનીને સંબોધન કરશે. જેને લઇને સ્થાનિક પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે જેને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે.
આ સભાનું સંબોધન આજે બપોરે 2 કલાકે દુમકાના એયરપોર્ટ મેદાન ખાતે કરશે. જ્યાં વડાપ્રધાન મોદી વિશાળ જનસંખ્યાને સંબોધન કરશે.
આ સભામાં મુખ્યપ્રધાન રધુબર દાસ, કેન્દ્રીય પ્રધાન અને સ્થાનિત નેતાઓ સહિત ઉપસ્થિત બહોળી સંખ્યામાં કાર્યકરો વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે.