નવી દિલ્હી: નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. જેમાં ઓલીએ કહ્યું કે, અયોધ્યા નેપાળમાં છે, ભારતમાં નહીં. જેને લઈ અયોધ્યામાં પુજારીઓએ નેપાળના વડાપ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે, ઓલીએ આ નિવેદન ચીનના દબાવમાં આવી આપ્યું છે.
કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંધવીએ ઓલીના નિવેદન પર કહ્યું કે, ઓલી માનસિક સંતુલન ગુમાવી રહ્યાં છે. સિંધવીએ પોતાના ટ્વીટમાં નેપાળના નવા નકશાને લઈ કહ્યું કે, પહેલા ઓલીએ આ ક્ષેત્રો પર દાવો કર્યો છે. જેના પર નેપાળે પણ ક્યારે દાવો કર્યો હતો, ત્યારે હવે અયોધ્યાને લઈ નવો દાવો કરી રહ્યાં છે.
રામ મંદિર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેદ્ર દાસે ઓલીની અલોચના કરતા કહ્યું કે, ભગવાન રામનો જન્મ અયોધ્યામાં સરયૂ નદીના તટ પર થયો હતો. ભગવાન રામ અયોધ્યાના નિવાસી હતા, એ સાચું છે કે, સીતા નેપાળના હતાં, પરંતુ ભગવાન રામને લઈ કરેલો દાવો ખોટો છે.
વધુ વાંચો- 'ભગવાન રામ નેપાળી હતા, અસલી અયોધ્યા અમારા દેશમાં, નેપાળના PMનો વાણીવિલાસ
રામ દળ ટ્રસ્ટના અધ્યક્ષ કલ્કિ રામ મહારાજાએ કહ્યું કે, પહેલા નેપાળ એક હિન્દુ રાષ્ટ્ર હતું, પરંતુ હવે તે ચીન અને પાકિસ્તાન માટે કામ કરી રહ્યું છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે, જેની ઉત્તર દિશામાં સરયૂ નદી વહે છે. તે અયોધ્યા છે અને નેપાળમાં સરયૂ નામની કોઈ નદી વહેતી નથી. જેથી ભગવાન રામ નેપાળના હતા. એવો દાવો કેવી રીતે કરી શકે. ઓલીને પડકાર ફેંકતા કહ્યું કે, ઓલીને એક મહિનામાં જ સત્તામાંથી હાંકી કાઢવામાં આવશે.
એક અન્ય મહંત પરમહંસ આચાર્યએ કહ્યું કે, ઓલી ખુદ નેપાળી નથી. ઓલી નેપાળના ઈતિહાસ વિશે જાણતા નથી. ઓલી નેપાળ સાથે છેતરપિંડી કરી રહ્યાં છે. ચીને બે ડઝનથી વધુ નેપાળી ગામો પર કબજે કર્યો છે. જેને દબાવવા માટે ઓલી ભગવાન રામનું નામ લઈ રહ્યાં છે. પરમહંસ આચાર્યએ કહ્યું કે, ભગવાન રામ પુરા બ્રહ્માંડના છે. તેમનો જન્મ અયોધ્યામાં થયો હતો. ઓલીએ લોકો સાથે વિશ્વાસધાત કર્યો છે અને નેપાળના લોકોએ તેમનો વિરોધ કરવો જોઈએ. બાકી પરિણામ ખુબ ધાતક થશે. તેમણે જે કાંઈ પણ કહ્યું છે તેનાથી કોઈ ફરક પડતો નથી.