ETV Bharat / bharat

ભારત-પાકિસ્તાનની મેચની ટિકીટના ભાવ પહોંચ્યા આસમાને, 60 હજારથી વધુની કિંમતે વેચાઈ ટિકીટ

author img

By

Published : Jun 14, 2019, 9:23 PM IST

નવી દિલ્હી: ભારતીય અને પાકિસ્તાનની ટીમો વચ્ચે રવિવારના રોજ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર યોજાનારી ICC વર્લ્ડ કપ-2019ની મેચમાં ટિકીટોની કિંમત 60 હજાર રૂપિયા સુધી પહોંચી ગઇ છે.

ભારત-પાકિસ્તાન

વર્ષ 2013 બાદ ભારત અને પાકિસ્તાનની ટીમ કુટનીતિઓના કારણે માત્ર ICC અને એશિયાઇ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આયોજીત ટુર્નામેન્ટમાં જ સામ સામે આવી શકે છે. જો કે બ્રિટેનમાં લાખોની સંખ્યામાં ભારતીય અને પાકિસ્તાન મુળના નાગરિકો વસવાટ કરે છે. જેને કારણે આ 'મહાયુદ્ધ' સમાન મેચની ટિકીટોની કિંમત આસમાને પહોંચી ચૂકી છે.
20 માન્ચેસ્ટરના 20 હજાર લોકોની ક્ષમતા ધરાવતા ઑલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ માટેની ટિકીટોના વેચાણ માટે ટિકીટ વિંડો ખુલતાની સાથે થોડા કલાકોમાં તમામ ટિકીટો વેચાઇ ગઇ હતી. તો તે સમયે જે લોકોએ આ ટિકીટો ખરીદી હતી. તેઓ હવે ભારે નફા સાથે આ ટિકીટો વેચી રહ્યાં છે.

જો કે આ અંગેની માહિતી ટિકીટોનું રિસેલિંગ કરતી એક વેબસાઇટ વિયાગોગોના મુજબ તેની પાસે લગભગ 480 ટિકીટો ફરીથી વેચાણ માટે આવી હતી. જેમાની બ્રોન્ઝ, ગોલ્ડ, પ્લેટિનમ અને સિલ્વર કેટેગરીની ટિકીટો હતી.

જેમાં કંપનીએ બ્રોન્ઝ અને સિલ્વર કેટેગરીની તમામ ટિકીટો વેચી નાંખી હતી. જેની કિંમત 17 હજારથી માંડીને 27 હજાર સુધી હતી.

તો શુક્રવાર સુધીમાં 58 ગોલ્ડ અને 51 પ્લેટિનમ કેટેગરીની ટિકીટો ઉપલબ્ધ હતી, જેની કિંમત 47 હજારથી માંડીને 62 હજાર સુધી રાખવામાં આવી હતી. આ વેબસાઇટે સ્ટેડિયમનો નકશો બનાવીને ઉપલ્બ્ધ ટિકીટોની માહિતીઓ આપી હતી. તો સાથે જ તમામ ટિકીટોની સીટ સહિત તેમા મળતી સુવિધાઓ અંગે પણ માહિતી આપી હતી. જો કે આ વેબસાઇટ પરથી વેચાતી તમામ ટિકીટોનું કન્ફર્મેશન ગ્રાહકોને મેઇલ દ્વારા મળતુ હોય છે. તો સાથે જ ટિકીટ તેઓને કઇ રીતે મળશે તેની પણ માહિતી આપવામાં આવતી હોય છે.

જો કે ભારતની પાકિસ્તાન સાથેની મેચ બાદ અફઘાનિસ્તાન અને ઇંગલેન્ડ સાથે મેચ યોજાશે, અફઘાનિસ્તાન સાથે રમાનારી મેચની ટિકીટોની રિસેલ વેલ્યુ 7 હજારથી 15 હજાર સુધીની છે. જ્યારે ઇંગલેન્ડ સાથેની મેચ માટેની ટિકીટોની કિંમત 20 હજારથી માંડીને 45 હજાર રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ એક વાર પણ ભારત સામે જીતી શકી નથી. તો ભારતીય ક્રિકેટ ટીમે પણ અત્યાર સુધીમાં 2 વાર (1983 અને 2011) વર્લ્ડ કપ હાંસલ કર્યો છે. જે જ્યારે પાકિસ્તાનની ટીમે 1992માં ઈમરાન ખાનના નેતૃત્વમાં પહેલી વાર વર્લ્ડ કપ જીત્યો હતો.

તો હાલના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ અત્યાર સુધીમાં 3 મેચ રમી ચૂકી છે, જેમાથી 2 મેચ પર જીત હાંસલ કરી છે, જેમાની એક મેચ વરસાદના કારણે રદ્દ થઇ ગઇ હતી. ભારતીય ટીમ 5 પોઇન્ટની સાથે ત્રીજા સ્થાન પર છે. જ્યારે પાકિસ્તાનની ટીમે અત્યાર સુધીમાં 4 મેચી રમી છે. જેમાથી 2 મેચમાં હાર પ્રાપ્ત કરીને એક મેચ પર જીત મેળવી છે, તો એક પણ પાકિસ્તાનની પણ રદ્દ થઇ ગઇ હતી, જેને પગલે પાકિસ્તાની ટીમ આખરે 8માં ક્રમાંક પર છે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.