ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 નવેમ્બરે યોજાનારી વિધાનસભાના અધ્યક્ષોની કોન્ફરન્સનું ઉદ્ધાટન કરશે - ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

વડાપ્રધાન મોદીના કાર્યક્રમને હજુ થોડા દિવસો વિત્યા છે, ત્યાં રાષ્ટ્રીય કક્ષાનો બીજો કાર્યક્રમ જાહેર થયો છે. આગામી 25, 26, 27 નવેમ્બરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-2 ખાતે લોકસભા, રાજ્યસભા અને દેશના વિવિધ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષોની કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 નવેમ્બરે વિધાનસભાના અધ્યક્ષોની કોન્ફરન્સનું ઉદ્ધાટન કરશે. જેની ગુરુવારે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
author img

By

Published : Nov 20, 2020, 4:38 PM IST

  • રાષ્ટ્રીય કક્ષાનો બીજો કાર્યક્રમ જાહેર
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-2 ખાતે યોજાશે કોન્ફરન્સ
  • વિવિધ રાજ્યોના વિધાનસભા, લોકસભા, રાજ્યસભાના સભ્યો રહશે હાજર
  • મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહશે
  • ગૃહપ્રધાન અમિત શાહ પણ આ કોન્ફરન્સમાં હાજર રહે તેવી સંભાવના

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીના કાર્યક્રમને હજુ થોડા દિવસો વિત્યા ત્યાં જ રાષ્ટ્રીય કક્ષાનો બીજો કાર્યક્રમ જાહેર થયો છે. આગામી 25, 26, 27 નવેમ્બરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-2 ખાતે લોકસભા, રાજ્યસભા અને દેશના વિવિધ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષોની કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25નવેમ્બરે વિધાનસભાના અધ્યક્ષોની કોન્ફરન્સનું ઉદ્ધાટન કરશે. જેની ગુરુવારે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી.

મુખ્ય અતિથિઓ

મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદ્રી પણ ઉપસ્થિત રહશે. તેમજ કોન્ફરન્સમાં વિવિધ રાજ્યોના લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના અધિકારીઓ પણ હાજરી આપશે.ગૃહપ્રધાન અમિત શાહ પણ આ કોન્ફરન્સમાં હાજર રહે તેવી સંભાવના છે.

રાષ્ટ્રીય કક્ષાનો બીજો કાર્યક્રમ જાહેર

આગામી 25, 26, 27 નવેમ્બરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-2 ખાતે દેશના વિવિધ રાજ્યોના વિધાનસભા, લોકસભા, રાજ્યસભા સાથે જોડાયેલા અધિકારીઓની કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ કાર્યક્રમ અધ્યક્ષતા કરશે તેમજ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ ઉપસ્થિત રહશે. 24 નવેમ્બરના રોજ મહેમાનોનું આગમન થશે, 25-26 નવેમ્બરના રોજ ટેન્ટ સીટી-2 ખાતે સેમિનાર યોજાશે, જ્યારે 27મી નવેમ્બરના રોજ મેહમાનો સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત અન્ય પ્રોજેક્ટોની સંભવિત મુલાકાત લેશે. જે બાદ 28 નવેમ્બરના રોજ વિધાનસભા અધ્યક્ષો અને અધિકારીઓ કેવડિયાથી રવાના થશે. હાલ આ ટેન્ટ સીટી 2 માં કોન્ફરન્સ હોલ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને આ હોલમાં 1000 જેટલા વ્યક્તિઓ બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.