નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ રવિવારે અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવશે છે. આ સાથે મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, ઇમરાન હુસેન અને રાજેન્દ્ર ગૌતમ પ્રધાન પદના શપથ લેશે.
સરકારના જાહેરનામા મુજબ રાષ્ટ્રપતિએ છ ધારાસભ્યોને મુખ્ય પ્રધાનની સલાહથી પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. કેજરીવાલની સાથે 16 ફેબ્રુઆરીએ શપથ લેનારા છ પ્રધાનોમાં મનિષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, ઇમરાન હુસેન અને રાજેન્દ્ર ગૌતમ છે.
એક જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, ભારતની રાજધાની દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલની નિમણૂક કરવા બદલ રાષ્ટ્રપતિ ખુશ છે. શપથ લેવાના દિવસથી તેમની નિમણૂક અસરકારક બનશે. રાષ્ટ્રપતિએ તાત્કાલિક ધોરણે પ્રધાનમંડળ સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલનું રાજીનામું સ્વીકાર્યું કર્યું છે. આ જાહેરનામા મુજબ નવા મુખ્ય પ્રધાનના શપથ ન લઈ લેવાય ત્યાં સુધી કેજરીવાલ મુખ્ય પ્રધાન તરીકે કાર્યરત રહેશે.
ઉલ્લેખનીય છે કે, રવિવારે ત્રીજીવાર દિલ્હીના મુખ્ય પ્રધાન પદ સંભાળનારા અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીના ઐતિહાસિક રામલીલા ગ્રાઉન્ડમાં જોરજોરથી તૈયારીઓ ચાલી રહી છે. અમલદારમાંથી રાજકારણી બનેલા, 51 વર્ષીય કેજરીવાલ, રામલીલા મેદાનમાં અણ્ણા હજારેની આગેવાની હેઠળ ભ્રષ્ટાચાર વિરોધમાં થયેલા આંદોલનમાં સાથે હતા. હાલ રામલીલા મેદાન સજાવવામાં આવી રહ્યું છે, આમ આદમી પાર્ટીના કાર્યકરો શપથ સમારોહની તૈયારી કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ વિધાનસભાની 70 બેઠકોમાંથી 62 બેઠકો પર જીત મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર, તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી, બીજેડી નેતા નવીન પટનાયક, ડીએમકે નેતા સ્ટાલિન સહિતના ઘણા નેતાઓએ આ ઐતિહાસિક જીત બદલ કેજરીવાલને અભિનંદન પાઠવ્યા છે.
રામલીલા મેદાન દિલ્હી સરકાર, ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારક્ષેત્ર હેઠળ છે, દિલ્હી સરકાર, ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, જાહેર બાંધકામ વિભાગ મળીને શપથ ગ્રહણ સમારોહના સ્થળને તૈયાર કરવા માટે હાલ કાર્યરત છે.
નિગમના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમે તાજેતરમાં વડાપ્રધાનના એક કાર્યક્રમ માટે મેદાન સમતળ કર્યું હતું. માત્ર અન્ય સુધારા માટે જ કામ કરવાની જરૂર હતી. અમે અન્ય જરૂરી વ્યવસ્થાઓ માટે મેદાનનો હવાલો દિલ્હી સરકાર અને તેના જાહેર બાંધકામ વિભાગને સોંપ્યો છે. મેદાનમાં અને તેની આસપાસ ટોઇલેટ બ્લોકનું કામ ચાલી રહ્યું છે. મોબાઇલ શૌચાલયો જેવી અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આપના નેતા ગોપાલ રાય શનિવારે રામલીલા મેદાનની તૈયારીઓ જોવા સ્થળ તપાસ કરશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, બેઠક વ્યવસ્થાની સાથે સાથે લોકો માટે ઉભા રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. કેજરીવાલ રવિવારે મુખ્ય પ્રધાન પદ માટે શપથ લેશે.