પત્નીને ત્રણ તલાક આપી છોડનારા મુસ્લિમ પુરૂષોને 3 વર્ષ સુધીની સજાની જોગવાઈવાળા આ ખરડાને 19 સપ્ટેમ્બર 2019થી લાગૂ કરવામાં આવશે.
આ અગાઉ મંગળવારે રાજ્યસભાએ મુસ્લિમ મહિલા ખરડાને સ્વિકૃતિ આપી હતી. મોદી સરકારે આ બિલને 25 જુલાઈએ લોકસભામાં અને 30 જુલાઈએ રાજ્યસભામાં પસાર કરાવ્યો હતો.
રાજ્યસભામાં આ બિલના સમર્થનમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા હતા. આ અગાઉ વિપક્ષની બિલને સિલેક્ટ સમિતિમાં મોકલવાની માંગ પણ સંસદમાં પડી ગઈ હતી.