વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ફેલાયેલા ભયંકર વાયરસના પગલે ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જે જાણકારી વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ આપી હતી.
![સૌજન્ય ANI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6413385_ani.png)
ઉલ્લેખનિય છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગતરોજ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કોરોના વાયરસના પગલે દેશને કટોકટીની ઘોષણા જાહેર કરી હતી.
દુનિયાભરમાં જાણે કોરાના વાયરસે તો લોકોના મનમાં દહેશત ઉભી કરી દીધી છે. તેમ વિશ્વમાં કોરોના વાયરસ પ્રસરતો જઇ રહ્યો છે. આ તકે દેશમાં બે લોકોના વાયરસના પગલે મોત પણ નિપજ્યા છે. જ્યારે 90 કેસ પોઝીટીવ આવ્યા છે. આ તકે જો વિશ્વની વાત કરવામાં આવે તો મોતનો આંકડો 4000ને પાર પહોંચ્યો છે. જ્યારે 1,25 હજાર જેટલા કેસ પોઝીટીવ નોંધાયા છે.