વારાણસી: વડાપ્રધાન મોદીના સંબોધનના મુખ્ય અંશ
- કાશી વિશ્વના ધામમાં તમામ કાર્ય ઝડપથી પૂરા કરવામાં આવી રહ્યાં છે. ખૂબ જલ્દી બાબાનું દિવ્ય પ્રાંગણ એક આકર્ષક અને ભવ્ય રૂપે લોકોની સામે આવશે.
- તે જ રીતે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ બનાવી દેવાયુ છે.
- આજે કાશી આવનારા દરેક શ્રદ્ઘાળુ અહીંથી સુખદ અનુભવ લઈને જાય છે.
- કેટલાક દિવસ પહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ અહીં આવ્યા હતા. તેઓ અહીંના અદભૂત વાતાવરણ, દિવ્ય અનૂભૂતિથી મંત્રમુગ્ધ થયા હતા. સોશિયલ મીડિયા થકી તેમણે તેની ખૂબ જ પ્રશંસા કરી હતી.
- આજે જ્યારે ભારતમાં 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાની ચર્ચા થઈ રહી છે, ત્યાર પર્યટન તેનો મહત્વનો ભાગ છે.
- ભારત પાસે ઐતિહાસિક પ્રવાસન ખૂબ જ મોટી તાકાત છે. કાશી સહિત આસ્થા સાથે જોડાયેલા સ્થળો નવી ટેકનોલોજીની મદદથી વિકસિત કરાઈ રહ્યાં છે.
- વિતેલા 5 વર્ષમાં વારણસી જનપદમાં લગભગ 25 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો થઈ ગયા છે, અને હજુ પણ કામ ચાલી રહ્યાં છે.
- માં ગંગા જ્યારે કાશીમાં પ્રવેશ કરે છે, તો તે ખુશ થઈને પોતાના બંને કિનારાઓને ફેલાવી દે છે. એક કિનારે ધર્મ, દર્શન અને આધ્યત્મની સંસ્કૃતિ વિકસિત કરાઈ છે, જ્યારે બીજીતરફ સેવા, ત્યાગ, સમર્પણ અને તપસ્યા ચાલે છે.