ETV Bharat / bharat

કોરોના ઇફેક્ટ: UPમાં પોતાના ઘરે પહોંચવા 200 કિમી ચાલી સગર્ભા - કોરોના વાઇરસ લેટેસ્ટ ન્યૂઝ

આઠ મહિનાની સગર્ભાએ તેના પતિ સાથે 200 કિમી દૂર ચાલીને પોતાના ગામ જલાઉન જિલ્લાના આન્તા પહોંચી હતી. જે બાદ તેનું મેડિકલ ચેક અપ કરાવવામાં આવ્યું હતું અને 14 દિવસ માટે અલગ રહેવા જણાવાયું છે.

Etv BHarat, Gujarati News, Covid 19, UP News
Covid 19
author img

By

Published : Mar 31, 2020, 12:05 PM IST

જલાઉન (યુપી): એક સગર્ભા સ્ત્રી અને તેના પતિ, પાંચ વર્ષથી નોઈડામાં એક બાંધકામ સ્થળે દૈનિક વેતન તરીકે નોકરી કરે છે. જલાઉન જિલ્લાના રથ વિસ્તારમાં તેમના ગામ આન્તા પહોંચવા 200 કિ.મી. પગપાળા ચાલી હતી.

25 વર્ષીય અને આઠ મહિનાની ગર્ભવતી અંજુ દેવીએ બે દિવસ અને બે રાતનું અંતર કાપીને રવિવારે રાત્રે પોતાના ગામ પહોંચી હતી.

ત્યારબાદ અંજુ અને તેના પતિ અશોકે એક કમ્યુનિટી હેલ્થ સેન્ટર ગયા, જ્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.

ડોકટરોએ થર્મલ સ્ક્રિનીંગ કરી અને દંપતીને સામાન્ય હોવાનું જાહેર કર્યું છે. જો કે, તેઓને 14 દિવસ અલગ રહેવાની સૂચના આપવામાં આવી હતી.

અશોક જમીન વિહોણા ખેડૂત છે અને નોઈડામાં એક બાંધકામ સ્થળ પર કામ કરે છે. તેઓ ઓરઇ સુધી 200 કિ.મી. સુધી ચાલ્યા અને અંતે લોડર પર રથ પહોંચ્યા. અંજુ અને તેના પતિ પ્રવાસ દરમિયાન તેમના પરિવાર સાથે સતત સંપર્કમાં હતા.

અશોકના જણાવ્યા અનુસાર, "અમે અગાઉ બહાર નીકળી શક્યા નહીં. કારણ કે, કોન્ટ્રાક્ટર દ્વારા અમારા પૈસા ચૂકવવામાં આવ્યા નહતા. અમે 'રોટલી' અને 'શાક' પેક કર્યા હતા અને પાછળથી કેટલાક લોકોએ અમને રસ્તામાં જમવાનું આપ્યું હતું. મને રાહત થઈ છે કે અમે આખરે ઘરે પરત આવ્યા છીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.