આમુખ
આપણે, ભારતના લોકોએ, ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતના બંધારણને ઘડ્યું છે અને આપણને જ રજૂ કર્યું છે. આપણે દેશને ‘સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક ગણતંત્ર’ ઘોષિત કરીએ છીએ.
બંધારણના ઉદ્દેશ્યો
* દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવો.
* વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, શ્રદ્ધા અને પૂજાની સ્વતંત્રતા.
* સમાન દરજ્જો અને સમાન તકો.
*વ્યક્તિની પ્રતિષ્ઠામાં વધારો અને દેશની એકતા-અખંડિતતા.
સાર્વભૌમત્વ
‘સાર્વભૌમત્વ’નો અર્થ છે ભારતની તેની પોતાની સ્વતંત્ર સતા છે અને તે અન્ય કોઈ બાહ્ય સત્તાનો ખંડણી કે આશ્રિત દેશ નથી. વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, દેશનાં જોડાણોમાં તેના સભ્યપદથી આપણા દેશ પર અન્ય કોઈ સત્તા થોપાતી નથી.
સમાજવાદી
આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત કરવી અને સામાજિક હેતુઓ માટે સંસાધનોનો ઉપયોગ કરવો.
બિનસાંપ્રદાયિક
'બિનસાંપ્રદાયિક’નો અર્થ થાય છે ‘બિનધાર્મિક’. સરકાર બધા સંપ્રદાયોની સાથે સમાન વ્યવહાર કરે છે.
ગણતંત્ર
લોકો અથવા લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિની પદોન્નતિ. તેનો અર્થ થાય છે લોકોની સરકાર.
આમુખમાં શરૂઆતમાં ‘સમાજવાદી’, ‘બિનસાંપ્રદાયિક’ અને ‘અખંડિતતા’ શબ્દો નહોતા. ૧૯૭૬માં ૪૨મા સુધારા દ્વારા તેમને ઉમેરાયા હતા.