નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હજી પણ કોમામાં છે, હોસ્પિટલે પૂર્વ રાષ્ટ્રપતિના સ્વાસ્થયને લઈ જણાવ્યું કે, પ્રણવ મુખર્જીના સ્વાસ્થયમાં કોઈ સુધારો આવ્યો નથી. તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહી છે. તેઓ ફેફસાના ઈન્ફેક્શનના કારણે સેપ્ટિક શોકમાં છે. તેમના સ્વાસ્થ્યની દેખરેખ એક ટીમ કરી રહી છે.
હાલ પ્રણવ મુખર્જી ડીપ કોમામાં અને વેન્ટીલેટર સપોર્ટ પર છે. સેપ્ટિક શોક એક ગંભીર સ્થિત છે. જેનાથી કારણે શરીરમાં બ્લડ સરક્યુલેશન પર અસર પડે છે.
84 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 10 ઓગ્સ્ટના રોજ દિલ્હીમાં આવેલી કેંટ આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મગજનું ઓપરેશન કરાયું હતું, ત્યારે મુખર્જી કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મુખર્જી ભારતના 13માં રાષ્ટ્રપતિના રુપમાં 2012થી 2017 સુધી પદ પર રહ્યાં હતાં.