મુખર્જીએ એક પુસ્તકના વિમોચન દરમિયાન કહ્યું કે પ્રથમ ચૂંટણી કમિશ્નર સુકુમાર સેનના સમયથી લઇને હાલના ચૂંટણી કમિશ્નર સુધી સંસ્થાએ ધણા સારા કામો કર્યા છે.
તેઓએ જણાવ્યું કે કારોબારી ત્રણેય કમિશ્નરની નિમણુક કરે છે. અને તે તેનુ કામ સારી રીતે કરી રહ્યા છે. તેઓએ કહ્યુૂ કે," તમે તેની ટીકા ન કરી શકો.
મુખર્જીએ સોનિયા સિંહનું પુસ્તક "ડિઝાઇનિંગ ઇન્ડિયા-થ્રૂ દેયર આઇજ" ના વિમોચનના પ્રસંગે જણાવ્યું હતુ કેે, " જો લોકતંત્ર સફળ રહ્યુ, તેનુ કારણ સુકુમાર સેનથી લઇને હાલના ચૂંટણી કમિશ્નર દ્વારા સારી રીતે કરેલી કામગીરીનુ ફળ છે.