મુખ્યપ્રધાન સાવંતની નેતૃત્વવાળી બે દિવસ જૂની સરકારે વિધાનસભામાં 20 ધારાસભ્યો સાથે શક્તિ પરીક્ષણ પાસ કરી લીધું છે. અહીં આ ફ્લોર ટેસ્ટમાં પ્રમોદનો 15 ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો.
રાજ્યપાલ મૃદુલા સિન્હાએ સોમવારે મોડી રાત્રે સાવંતને મુખ્યપ્રધાન તરીકે શપણ અપાવ્યા હતા ત્યાર બાદ બુધવારે 11 કલાકે વિશેષ સત્ર બોલાવી આ શક્તિ પરીક્ષણ કરાયું હતું.
ભાજપના 11 ધારાસભ્યો ઉપરાંત ગોવા ફોરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના ત્રણ ત્રણ ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ઉમેદવારોએ સાવંતને સમર્થન આપ્યું હતું. વિધાનસભા સત્રની અધ્યક્ષતા માઈકલ લોબોએ કરી હતી.
કોંગ્રેસના તમામ 14 તથા એનસીપીના એક ધારાસભ્યએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
વિશ્વાસ મત જીત્યા બાદ સાવંતે તમામ સભ્યોને વિનંતી કરી હતી કે, પ્રદેશમાં તમામ ખૂણે વિકાસ કાર્ય કરવા તેમને મદદ કરે.
આપને જણાવી દઈએ કે, ગોવાના પૂર્વ મુખ્યપ્રધાન મનોહર પાર્રિકરના નિધન બાદ નેતૃત્વમાં ફેરબદલ કરવો જરૂરી હતું.