ETV Bharat / bharat

કાનપુર ફાયરિંગ કેસ, 24 કલાકમાં 3 એન્કાઉન્ટર - બઉવા દુબે

કાનપુરમાં પોલીસ પર ગોળીબારના મુખ્ય આરોપી વિકાસ દુબેની નજીકના બઉઆ દુબે અને પ્રભાત મિશ્રાનું પોલીસે એન્કાન્ટર કરી લીધું છે. પ્રભાત મિશ્રા પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જઈ રહ્યો હતો, ત્યાં પોલીસે એન્કાઉન્ટર કરી પ્રભાતને ઠાર માર્યો છે.

Prabhat mishra ally of vikas dubey killed in kanpur
ગેંગસ્ટર વિકાસ દુબે હજુ પણ ફરાર, વધુ બે સાથીઓનું એન્કાન્ટર
author img

By

Published : Jul 9, 2020, 9:16 AM IST

Updated : Jul 9, 2020, 10:52 AM IST

કાનપુરઃ કાનપુરમાં પોલીસ પર ગોળીબારના મુખ્ય આરોપી વિકાસ દુબેની નજીકના બઉઆ દુબે અને પ્રભાત મિશ્રાનું પોલીસે એન્કાન્ટર કરી લીધું છે. પ્રભાત મિશ્રા પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જઈ રહ્યો હતો, ત્યાં પોલીસે એન્કાઉન્ટર કરી પ્રભાતને ઠાર માર્યો છે.

આરોપી પ્રભાત મિશ્રાની પોલીસે ફરીદાબાદની હોટલમાંથી ધરપકડ કરી હતી. પોલીસે હરિયાણાથી વિકાસના સાથી પ્રભાતસિંહને ચાર પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. જેમાં શરણ આપવા માટે મકાન માલિક શ્રવણ અને તેના પુત્રની પણ ધરપકડ કરાઈ છે. પોલીસે કહ્યું કે, પોલીસ કર્મચારીની હત્યા પછી વિકાસ કાનપુરમાં જ છુપાયો હતો.

Prabhat mishra ally of vikas dubey killed in kanpur
કાનપુર ફાયરિંગ કેસ, 24 કલાકમાં 3 એન્કાઉન્ટર

આ ઉપરાંત ઇટાવામાં વિકાસ દુબેની નજીકના બઉવા દુબેને પણ ઠાર માર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બઉવા દુબેએ મોડી રાત્રે મહેવા નજીક હાઇવે ઉપર સ્વીફ્ટ ડીઝાયર કાર લૂંટી હતી. જેની સાથે બીજા ત્રણ વધુ શખ્સો પણ હતા. પોલીસને લૂંટનો સમાચાર મળતાની સાથે જ પોલીસે સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના કચુરા રોડ ઉપર ચારેયને ઘેરી લીધા હતાં.

બાદમાં પોલીસ અને બઉવા દુબે વચ્ચે ફાયરિંગ શરૂ થયું હતું. આ ફાયરિંગ દરમિયાન બઉવા દુબે માર્યો ગયો હતો. જો કે, તેના ત્રણેય સાથી ભાગી ગયાં હતા. ઇટાવા પોલીસે આસપાસના જિલ્લાને એલર્ટ કરી દીધા છે. પોલીસે બઉવા દુબે પર 50 હજારનું ઇનામ રાખ્યું હતું. તે કાનપુર શૂટઆઉટનો પણ આરોપી હતો.

પ્રભાત મિશ્રાના એન્કાઉન્ટર વિશે જણાવતાં આઇજી મોહિત અગ્રવાલે જણાવ્યું હતું કે, પોલીસની ટીમ ફરીદાબાદથી પ્રભાત સાથે આવી રહી હતી, ત્યાં રસ્તામાં કારનું પંક્ચર થઈ ગયું. જેથી પ્રભાતે પોલીસનું હથિયાર છીનવી લીધો હતો અને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી એન્કાઉન્ટરમાં પ્રભાત માર્યો ગયો છે. અગાઉ પોલીસે એન્કાઉન્ટરમાં વિકાસ દુબેના જમણા હાથ એવા અમર દુબેને ઠાર માર્યો હતો. પહેલા પોલીસને સમાચાર મળ્યા હતા કે, અમર દુબે હમીરપુર જિલ્લામાં છુપાયેલો છે. આ પછી અમર દુબે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. અમર પર 50 હજાર રૂપિયાનું ઇનામ હતું.

Last Updated : Jul 9, 2020, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.