હૈદરાબાદ: અહેવાલમાં જોવા મળ્યું હતું કે જો તમામ વાહનોને ઇલેકટ્રિક વાહનો તરીકે ઉત્પાદિત કરવામાં આવે તો વિશ્વભરમાં 1 કરોડ અને યુરોપના ક્ષેત્રમાં 29 લાખ નોકરીઓ પેદા કરી શકે છે. વધારામાં જો યુરોપના દેશો પબ્લિક ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં તેઓનું રોકાણ બેવડું કરી દે તો યુરોપિયન દેશોમાં 25 લાખ અને વિશ્વસ્તરે 50 લાખ નવી નોકરીએ પેદા થઇ શકે છે.
ટ્રાન્સપોર્ટ સિવાય નોકરીઓ પેદા કરી શકે એવા અન્ય પરિબળોમાં પેટ્રોલ-ડીઝલ ઉપર ઘટી ગયેલા ખર્ચના પગલે માલસામાન અને સેવાઓ ઉપર થનારો વધારાનો ખર્ચ અને ઊર્જાના ઉત્પાદન અને ઉપયોગ સંબંધિત અન્ય પગલાંઓનો સમાવેશ થાય છે. જો પુનઃપ્રાપ્ય ઊર્જાની મદદથી પેસેન્જર વાહનો અને ટ્રાન્સપોર્ટના હેતુ માટે વપરાતાં વાહનોનું ઇલેકટ્રિફિકેશન કરી નાંખવાથી પણ વધુ નોકરીઓ પેદા થઇ શકશે.
આ પ્રકારના ફેરફારો કરીને સર્જાનારી નવી પર્યાવરણલક્ષી ટ્રાન્સપોર્ટ સિસ્ટમના કારણે વાતાવરણમાં કાર્બનના ઉત્સર્જનું પ્રમાણ પણ ઘટશે જેના પગલે ધ્વનિ અને હવાનું પ્રદુષણ ઘટશે અને ટ્રાફિકમાં ભીડ નહીં સર્જાય જેના કારણે માર્ગ ઉપર ઓછા એકસ્માતો થશે.
ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને પર્યાવરણલક્ષી બનાવવા સાથે સંકાળેયલી રોજગારીની વધુ તકો પેદા કરવા અહેવાલમાં એક એવી સર્વગ્રાહી નીતિ ઘડી કાઢવાની ભલામણ કરાઇ હતી જેમાં સામાજિક સુરક્ષા, કૌશલ્યનો વિકાસ, શ્રમિકોના બજાર માટેની નીતિ અને કામ કરવાના અધિકારની સાથે સામાજિક સંવાદને પ્રોત્સાહન જેવી બાબતોનો સમાવેશ થતો હોય