કેન્દ્રની મોદી સરકાર 2.0 માં ગુજરાતના મનસુખ માંડવીયાને શિપ પોર્ટનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. ત્યારે રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ જાહેરાત કરી છે કે, દેશમાં કુલ 7300 કિલોમીટરના દરિયાઈ કિનારા પર 204 જેટલા બંદરો આવેલા છે તે તમામ બંદરોનો આગામી દિવસોમાં વિકાસ કરવામાં આવશે સાથે જ ગુજરાતના 22 જેટલા બંદરોનો વિકાસ કરવામાં આવશે.
સાથે જ તેમણે દરિયાખેડૂના સંતાનો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. દરિયા ખેડુના બાળકો માટે સરકાર ખાસ પ્રકારનો કોર્ષ શરૂ કરશે જેથી તેમના બાળકો ભણીને દુનિયાના કોઈ પણ દરિયા કિનારે સારી નોકરી મેળવી શકે.
વધુમાં દેશની અંદર ટ્રાન્સપોર્ટ માર્ગ તરીકે નદીઓનો ઉપયોગ કરવામાં આવશે. નદીઓનો ટ્રાન્સપોર્ટ માર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવશે. જેમાં એક ખાનગી કંપની દ્વારા કલકત્તાથી વારાણસી સુધી ક્રુઝ સર્વિસ શરૂ કરવામાં આવશે જેમાં એક વર્ષ સુધીનું બુકીંગ પણ શરુ થઈ ગયું છે.
આમ, જ્યારે પોર્ટ અને દેશના બંદરોનો વિકાસ સાથે દેશના 11 જગ્યા પર ખાસ ક્રુઝ સેવા શરૂ કરવાનું પણ કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, સાથે જ જે રીતે રેલવે અને બસ સેવા ભારત દેશમાં ઉપલબ્ધ છે તેવી રીતે દેશની અંદર જ નદીઓની મદદથી એક શહેરથી બીજા શહેર જવા માટેનું પણ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેને લઇને કેન્દ્ર સરકારે વર્તમાન સમયમાં કુલ 11 જેટલી નદીઓને આઈડેન્ટિફાઈ કરી છે એટલે ટૂંક સમયમાં હવે કોલકત્તાથી વારાણસી સુધી નદીની મુસાફરી પણ શક્ય બનશે.
જ્યારે વિદેશ આવવા-જવા માટે વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે તેવી રીતે શીપનો ઉપયોગ થાય તે રીતે પણ કેન્દ્ર સરકારે ખાસ આયોજન કર્યું છે.