2014માં થયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપને 267 સીટ મળી હતી, જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં 303 સીટ પર જીત મેળવી છે. આ છે લોકસભાનું પરિણામ કે, જ્યાં ભાજપે સારુ પ્રદર્શન કર્યું છે, પણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો, ત્યાં ભાજપ ધીમે ધીમે પોતાની પકડ ગુમાવી રહ્યું છે.
આ વાતને આપણે એમ પણ કહી શકીએ કે, દેશની રાજનીતિ ધીમે ધીમે બદલાઈ રહી છે. ભારતના 28 રાજ્યોમાંથી 20 રાજ્યોમાં ભાજપ અને એનડીએની સરકાર હતી.
2018 માર્ચ બાદ ભાજપ શાસિત રાજ્યોની સંખ્યામાં ઘટડામાં થયો છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં થયેલી ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો અને અહીંથી ભાજપના હાથમાં રાજ્યો નિકળવા લાગ્યા હતા. હાલમાં મહારાષ્ટ્રમાં પરિણામ બાદ ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તૂટતા વધુ એક રાજ્ય હાથમાંથી છટકી ગયું હતું.
માર્ચ 2018 સુધી આ રાજ્યોમાં ભાજપનું શાસન હતું
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, આસામ, નાગાલેન્ડ-મણિપુર, અરુણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ગુજરાત, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ, આંધ્રપ્રદેશમાં ભાજપ અને એનડીએનું શાસન હતું.
હવે ફક્ત આટલા રાજ્યોમાં રહ્યું ભાજપનું શાસન
નવેમ્બર 2019માં મહારાષ્ટ્રની સત્તા હાથમાંથી નિકળી ગયા બાદ ભાજપ શાસિત રાજ્યોની સંખ્યા 17 થઈ ગઈ છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ગોવા, બિહાર, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, ઉત્તરાખંડ, ત્રિપુરા, આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ગુજરાત.