વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, ઉદ્ધવ ઠાકરેજીને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન. મને વિશ્વાસ છે કે, તે મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ખંતપૂર્વક કામ કરશે.
દેવેન્દ્ર ફડણવીસે પણ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ લેવા બદલ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી.
નીતિન ગડકરીએ પણ ટ્વીટ કરી કહ્યુ કે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના પ્રધાનમંડળના તમામ સભ્યોને શપથ લેવા બદલ અભિનંદન અને શુભકામનાઓ.
શરદ પવારે પણ ટ્વીટ કરી ઉદ્ધવ ઠાકરેજીને અભિનંદન આપ્યા હતાં.
અજિત પવારે ટ્વીટ કરીને CM ઉદ્ધવ ઠાકરેને અભિનંદન આપ્યા હતા કહ્યું કે, શિવસેના પાર્ટીના પ્રમુખ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનવા બદલ ઉદ્ધવ ઠાકરેજીને અભિનંદન તેમના નેતૃત્વ હેઠળ રાજ્યનો સંપૂર્ણ વિકાસ થશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કરી કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા બદલ ઉદ્ધવ ઠાકરેને અભિનંદ, હું આશા રાખું છું કે, તે લોકોની આશાઓને પૂર્ણ કરવા તરફ પ્રયાણ કરશે અને મહારાષ્ટ્રને વિકાસના માર્ગ પર આગળ વધારશે.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મહારાષ્ટ્રના નવા CM ઉદ્ધવ ઠાકરેને અભિનંદન પાઠવ્યા હતા.
પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ટ્વીટ કરી મહારાષ્ટ્રમાં સરકાર બનાવા આપ્યા આભિનંદન
રાજસ્થાના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ટ્વીટ કરી કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પદના શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન. આશા છે કે, ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં સફળ વિકાસ થશે.