રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા અઠવાડિયાથી ચાલતા વકીલ અને પોલીસ વચ્ચેના ઘર્ષણ થકી ઊભા થયેલા વિવાદનો અંત ક્યારે આવશે એ અંગે હાલ કંઈ કહેવું મુશ્કેલ છે. મંગળવારની સવારે દિલ્હી પોલીસ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શીત કર્યો હતો. પરંતું લગભગ 10 કલાકની ભારે જહેમત અને ટોચના અધિકારીઓની સમજાવટ બાદ આ વિરોધ પ્રદર્શન સમેટાયું હતું. વિવિધ રાજ્યોના IPS એસોસિએશને પણ દિલ્હી પોલીસના વિરોધ પ્રદર્શનને સમર્થન જાહેર કર્યું હતું.
ઉલ્લેખનીય બાબત એ છે કે, વિવિધ રાજ્યોના IPS એસોસિએશને પણ દિલ્હી પોલીસના વિરોધ પ્રદર્શનને સમર્થન જાહેર કર્યું છે. એસોસિએશને પોલીસકર્મીઓની સુરક્ષા માટે પણ માંગ કરી હતી. દિલ્હી પોલીસને સમર્થન કરનાર રાજ્યોમાં બિહાર, હરિયાણા, તામિલનાડુ, કર્ણાટક, કેરળ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
સ્પેશિયલ કમિશનર ગોલચાએ વળતર આપવાની જાહેરાત કરી
દિવસ દરમિયાન દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વિરોધ પ્રદર્શન કરનારા પોલીસ કર્મીઓને સમજાવવા માટે ધરણા સ્થળે પહોંચ્યા હતા. મોડી સાંજે દિલ્હી સ્પેશિયલ પોલીસ કમિશનર સતિષ ગોલચાએ પોલીસને નમ્ર અપીલ કરી હતી કે, 'દિલ્હી પોલીસના ઘાયલ થયેલા તમામ પોલીસકર્મીઓને ઓછામાં ઓછા 25 હજાર રૂપિયાનું વળરતની રકમ ચુકવવામાં આવશે. અને અમે દરેકને તેમની ફરજ પર પાછા જવા વિનંતી કરીએ છીએ.'
દિલ્હી હાઈકોર્ટે BCIને નોટિસ ફટકારી
આ પહેલા ગૃહ મંત્રાલય દ્રારા અપાયેલા આવેદન બાદ દિલ્હી હાઈકોર્ટે બાર કાઉન્સેલ ઓફ ઈન્ડિયા(BCI) અને અન્ય બાર એસોસિએશનને નોટિસ ફટકારી હતી. 3 નવેમ્બરના રોજ ગૃહ મંત્રાલયએ વકીલો પર કર્યવાહી ન કરવાના આદેશની તપાસ કરવા માટે માંગણી કરી હતી. જેની સુનવણી બુધવારે થશે.
પોલીસે ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો
તીસ હજારી કોર્ટમાં પોલીસકર્મીઓ અને વકીલો વચ્ચે થયેલા ઘર્ષણ સંદર્ભે દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલયને એક રિપોર્ટ સોંપ્યો હતો. આ ઘટનામાં 20 સુરક્ષા કર્મી અને કેટલાક વકીલો ઘાયલ થયા હતા. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે આ એક તર્ક સભર રિપોર્ટ છે. જેમાં દિલ્હી પોલીસે શનિવારની ઘટનાની પરિસ્થિતિ અને તેના પછીની કર્યવાહીનો વિસ્તૃત અહેવાલ આપ્યો હતો. આ અહેવાલમાં શનિવાર પછીની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેમ કે, સોમવારે બનેલી મારામારીની ઘટનાનો ઉલ્લેખ એ રિપોર્ટમાં કરાયો નથી.
આ પણ વાંચો...
તીસ હજારીની અથડામણ બાદ દિલ્હી પોલીસે માંગી સુરક્ષા
અંતે 10 કલાક બાદ દિલ્હી પોલીસના ધરણા સમેટાયા
દિલ્હીની તીસ હજારી કોર્ટ મામલો:BCI એ વકીલોને કામ પર પરત ફરવા અપીલ કરી