તમિલનાડુઃ તમિલનાડુમાં જો એ પોલીસ જવાને મહિલાની મદદ ન હોત તો એક ગર્ભવતી મહિલા જીવતી ન હોત. જાણો મુશ્કેલીમાં ફસાયેલી મહિલાની પોલીસ જવાને કેવી રીતે મદદ કરી.
કલ્લાકુરચીમાં રહેતી 25 વર્ષની વિજયાલક્ષ્મીને મુંડિયાંબક્કમ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી. જયાં તેને લોહીના જરૂર પડી હતી. પરંતુ તેનું બલ્ડ મળવું મુશ્કેલ હતુ. વિજયાલક્ષ્મી ગર્ભવતી હતી. સારવાર દરમિયાન તેને લોહીની જરૂર પડી હતી. પરંતુ તેનુ રક્ત બોમ્બે બલ્ડ (એચએચ ડિવિઝન) હોવાથી લોહી મળવું મુશ્કેલ હતુ. 10 લાખ લોકોમાંથી ફક્ત ચાર જ લોકો બોમ્બે બ્લડ ધરાવે છે. આ સાંભળતા તેની સાથે હોસ્પિટલમાં રેહેલી તેમની માતા રડવા લાગી હતી. આ જોઈ પુડુચેરી આર્મ્ડ ફોર્સના એક જવાન ગુઆર્ડ સેલવમે તેમની મદદ માટે આગળ આવ્યાં.
ગર્ભવતી મહિલાની મદદ માટે આગળ આવેલા આર્મ્ડ ફોર્સના એક જવાન ગુઆર્ડ સેલવમે કહ્યું કે તે મહિલા માટે લોહીની વ્યવસ્થા કરશે.
સેલવમે ઉઈરથુઝી રક્તદાન સંગઠન સાથે સંપર્ક કર્યો હતો. જયાંથી તેમણે એક સંતોષ નામના યુવકને શોધ્યો અન તે યુવકને રક્તદાન કરી ગર્ભવતી મહિલાનો જીવ બચાવ્યો.