કોલકાતા: પશ્ચિમ બંગાળના ટીકીપાડામાં લોકડાઉનનો ભંગ થવાનો મામલો સામે આવ્યો છે. એક વીડિયોમાં જોઇ શકાય છે કે, લોકોએ સ્થાનિક પોલીસ પર પથ્થરમારો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે હાવડાને રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તે દરમિયાન મંગળવારે સાંજે કેટલાક લોકો ટીકીપડાના માર્કેટમાં ફરતા હતા. પોલીસે સ્થાનિક લોકોને લોકડાઉનનું ઉલ્લંઘન કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ સાથેની ભારે દલીલ બાદ સ્થાનિકોએ તેમના પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
સ્થાનિક લોકોએ પોલીસ વાહનના કાચ તોડ્યા હતા. સ્થિતિને નિયંત્રિત કરવા માટે RAFની ટીમને મોકલવામાં આવી હતી.