DRI તરફથી જાહેર કરેલા એક પ્રકાશનમાં જણાવવામાં આવ્યુ છે કે, વાન ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ DRIના અધિકારીઓએ બાતમીના આધારે ગાંજો ઝડપી પાડ્યો છે. આ એક નશીલો પદાર્થ છે જેને ગેરકાયદેસર રીતે લઇ જવામાં આવી રહ્યો હતો. અધિકારીઓએ ચેન્નઇ-કોલકાતા રાજમાર્ગ પર વાનને રોકી આ ગાંજો ઝડપી પાડ્યો છે.
વધુ માહિતી મુજબ કુલ 361 પેકેડમાં ગાંજો પેક કરવામાં આવ્યો હતો જેને વજન કુલ 5 કિલોગ્રામ હતો. આ ગાંજો છત્તીસગઢ અને રાયપુર લઇ જવામાં આવી રહ્યો હતો.