ETV Bharat / bharat

લોકડાઉન: ટ્રકમાં જતા 58 લોકોને પોલીસે ઝડપી પાડ્યા, ગુજરાતથી પંજાબ જઈ રહ્યા હતા - ગુજરાત

બીકાનેરમાં પોલીસે નાકાબંધી દરમિયાન ટ્રકમાં બેસીને જઈ રહેલા લોકોને ઝડપી લીધા છે. આ બધા લોકો ગાંધીધામના રહેવાસી છે. પોલીસે બધા લોકોને સેનેટાઈઝ કર્યા છે. આ સાથે તેમના માટે માસ્કની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

police-apprehended-58-people-carrying-trucks-in-bikaner-during-lockdown
ટ્રકમાં જતા 58 લોકોને પોલીસે ઝડપ્યા, ગુજરાતથી પંજાબ જઈ રહ્યા હતા લોકો
author img

By

Published : Mar 27, 2020, 12:50 PM IST

રાજસ્થાન: કોરોના વાઈરસના કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન છે. જેના કારણે કામ-ધંધો ઠપ થઈ ગયા છે. 58 લોકોના ટ્રક વડે ગુજરાતથી પંજાબ જઈ રહ્યાં હતા. તેમણે બામસર પોલીસે ઝડપી લીધા હતા. સરકાર દ્વારા એક બીજાથી 1 મીટર જેટલું અંતર રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રકમાં મોટી સંખ્યામાં લોકો ભરીને લઈ જવામાં આવી રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, જામસર પોલીસે ટ્રકમાં ભરીને આવતા 58 લોકોને પકડી લીધા હતા. પોલીસ અધિકારી ગૌરવ ખિડિયા તેમની ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. આ દરમિયાન પંજાબના પાસિંગ વાળો એક ટ્રક રોકવામાં આવ્યો હતો. આ ટ્રકના કેબીનમાં 7 લોકો બેઠા હતા અને ટ્રકમાં 51 લોકો બેઠા હતા.

વાહન ચાલક ગુપજંટસિંહે પુછપરછ દરમિયાન જણાવ્યું કે, તે ફિરોજપુર પંજાબનો છે. જ્યારે આ 58 લોકો ગાંધીધામના છે. કોરોના વાઈરસના કારણે આખા દેશમાં લોકડાઉન છે. જેથી કામ મળતું નથી. જે સમય દરમિયાન ટ્રકમાં સવાર લોકોને પંજાબ પહોંચાડવા માટે વ્યક્તિદિઠ 1 હજાર રૂપિયા આપવાના નક્કી કરવામાં આવ્યા હતા. લાલચમાં આવી ટ્રક ચાલક તેમને ગાંધીધામ પંજાબ લઈને જઈ રહ્યો હતો.

પોલીસે આ લોકોને ખેતરમાં એક એક મીટરના અંતરે બેસાડી સેનેટાઈઝર આપી માસ્ક પહેરાવ્યા હતા. આ ઉપરાંદ બધા માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે બાદ આ લોકોને સ્ક્રિનિંગ માટે PHC ખસેડવામાં આવ્યા હતા. જોકે, વાહન ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.