પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા હોસ્પિટલમાં ભરતી
જામિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ નાગરિકતા સંશોધન એક્ટ વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા. આ ક્રમમાં રવિવારના રોજ હુમલાઓ થયા હતા. અનેક બસોમાં તોડફોડ આદરી હતી. સાથે જ અનેક ખાનગી વાહનો પણ હુમલાઓ થયા હતા. આ ઝડપમાં પોલસ અને અનેક વિદ્યાર્થીએ પણ ઘાયલ થયા હતા. જેમાંથી અનેકને હોસ્પિટલમાં પણ ભરતી કરાયા છે, જેની સારવાર ચાલી રહી છે.
આ કેસ હિંસમાં 10 લોકોની ધરપકડ કરાઈ છે
પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી કરતા 10 લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈ કરી રહ્યું છે. આ બાબતે ન્યૂ ફ્રેન્સ કોલોની અને જામિયા નગર પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ દાખલ થઈ હતી, બાદમાં સંદીગ્ધ લોકોની ધરપકડ કરાઈ છે.
ધરપકડમાં એક પણ વિદ્યાર્થી સામેલ નહીં
જણાવામાં આવી રહ્યું છે કે, ધરપકડ થયેલા આરોપીઓમાં એક પણ જામિયાના વિદ્યાર્થી નથી. ધરપકડ થયેલામાં અમુક આરોપી એવા પણ છે જે અગાઉ ગુનામાં સંડોવાયેલા છે. હાલમાં આ તમામની પુછપરછ ચાલી રહી છે.