હૈદરાબાદ: વડાપ્રધાન મોદી શુક્રવારે સવારે 11 વાગ્યે હૈદરાબાદની સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય પોલીસ એકેડેમીમાં દીક્ષાંત પરેડ કાર્યક્રમ દરમિયાન IPS પ્રોબેશનર્સ સાથે કરશે ચર્ચા.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ અંગે માહીતી આપી હતી. પીએમ માદીએ કહ્યું કે," શુક્રવારે 4 સ્પેટમ્બરના રોજ સવારે 11 વાગ્યે હું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય પોલીસ એકેડેમીમાં દીક્ષાંત પરેડ કાર્યક્રમમાં સંબોધન કરીશ ."
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 28 મહિલાઓ સહિત 131 IPS અધિકારીઓએ એકેડેમીમાં 42 અઠવાડિયાના બેઝિક કોર્સના પ્રથમ તબક્કાની તાલીમ પૂર્ણ કરી છે. લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેટમી,મસૂરી અને હૈદરાબાદમાં સ્થિત ડો મૈરી ચન્ના રેડ્ડી HRD સંસ્થાનથી પોતાના ફાઉન્ડેશન કોર્ય પૂર્ણ કર્યા બાદ17 સપ્ટેમ્બર 2018ના રોજ એકેટમીમાં સામેલ થયા હતા.