શિમલાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અટલ સુરંગનું આજે હિમાચલ પ્રદેશના રોહતાંગમાં ઉદ્ધાટન કરશે. આ સુરંગને કારણે મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર ઓછું થશે. તેની સાથે જ યાત્રાનો સમય પણ ચારથી પાંચ કલાક ઓછો થઇ જશે. બધી જ મોસમમાં ખુલ્લી રહેનારી અટલ સુરંગ વ્યૂહાત્મક રૂપે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અધિકારીઓ અનુસાર, વડા પ્રધાન આજે કુલ્લુ જિલ્લામાં હિમ અને હિમસ્ખલન અધ્યયન પ્રતિષ્ઠાન (એસએએસઇ) પહોંચશે. તે સીમા સડક સંગઠનના (બીઆરઓ) અતિથિ ગૃહમાં રહેશે અને ત્યાં અધિકારીઓ સાથે વાતચીત કરશે.
મોદી અટલ સુરંગ દ્વારા લાહોલ-સ્પીતિ જિલ્લાની લાહોલ ઘાટીમાં તેના ઉત્તરી પોર્ટલ સુધી પહોંચશે અને મનાલીમાં દક્ષિણી પોર્ટલ માટે હિમાચલ માર્ગ પરિવહન નિગમની (એવઆરટીસી) બસને લીલી ઝંડી આપશે.
અધિકારીઓએ જણાવ્યું કે, લાહોલ સ્પીતિના સીસૂમાં ઉદ્ધાટન સમારોહ બાદ મોદી સોલાંગ ઘાટીમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેશે. તેમણે જણાવ્યું કે, વડા પ્રધાન મોદીની સાથે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહેશે.
અટલ સુરંગ દુનિયામાં સૌથી લાંબી રાજમાર્ગ સુરંગ છે. 9.02 કિલોમીટર લાંબી સુરંગ મનાલીને વર્ષભર લાહોલ સ્પીતિ ઘાટીથી જોડીને રાખશે. પહેલી ઘાટી લગભગ છ મહીના સુધી ભારે વરસાદને કારણે શેષ ભાગથી છવાયેલી રહેતી હતી. હિમાચલના પીર પંજાલ પર્વત શ્રૃંખલા વચ્ચે અત્યાધુનિક વિશિષ્ટ્તાઓની સાથે સમુદ્ર તલથી લગભગ ત્રણ હજાર મીટરની ઉંચાઇ પર સુરંગને બનાવવામાં આવી છે.
અટલ સુરંગના દક્ષિણી પોર્ટલ મનાલીથી 25 કિલોમીટરના અંતરે 3,060 મીટરની ઉંચાઇએ બની છે, જ્યારે ઉત્તરી પોર્ટલ 3,071 મીટરની ઉંચાઇએ લાહોલ ઘાટીમાં તેલિંગ, સીસૂ ગામની નજીક સ્થિત છે.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, ઘોડાના નાલની આકારવાળી બે લેનવાળી સુરંગમાં આઠ મીટર પહોળા માર્ગ છે અને તેની ઉંચાઇ 5.525 મીટર છે. તેમણે જણાવ્યું કે, 3,300 કરોડ રુપિયાની કિંમતે બનેલી સુરંગ દેશની રક્ષાને ધ્યાને રાખીને ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અટલ સુરંગની ડિઝાઇન પ્રતિદિન ત્રણ હજાર કારો અને 1500 ટ્રકો માટે તૈયાર કરવામાં આવી છે. જેમાં વાહનોની અધિકતમ ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.
અટલ બિહારી વાજપેયીની સરકારે રોહતાંગ દર્રેની નીચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ આ સુરંગનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો હતો અને સુરંગના દક્ષિણી પોર્ટલ પર સંપર્ક માર્ગની આધારશિલા 26 મે, 2002 એ રાખવામાં આવી હતી.
મોદી સરકારે ડિસેમ્બર, 2019 માં પૂર્વ વડા પ્રધાન વાજપેયીના સમ્માનમાં રોહતાંગ સુરંગનું નામ અટલ સુરંગ રાખવાનો નિર્ણય કર્યો હતો.
આ ટનલ દેશના શાનદાર એન્જિનિયર્સ અને મજૂરોની દસ વર્ષની મહેનતનું ફળ છે. પહેલા આ 6 વર્ષમાં બનીને તૈયાર થવાની હતી, પરંતુ બાદમાં 4 વર્ષનો સમય વધ્યો હતો. આ ટનલ દેશમાં પોતાના જેવી એક માત્ર છે. તેને આધુનિક સ્તરે તૈયાર કરવામાં આવ્યા છે.
આ ટનલને બનાવવામાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. જેમાં માત્ર એક રીતે કામ કરી રહ્યા હતા, બીજા રોહતાંગ પાસે ઉત્તરમાં હતા. એક વર્ષમાં માત્ર 5 મહીના જ કામ કરી શકાય તેમ હતું. અટલ ટનલ પ્રોજેક્ટ પર કુલ ખર્ચ 3,200 કરોડ થયો છે, પરંતુ 2010 માં તે 1,700 કરોડ થયો હતો.