- પરિયોજનાની કુલ કિંમત અંદાજે 3000 કરોડ રુપિયા
- કોચ્ચિ-મંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઈપ લાઈનને રાષ્ટ્રને સમર્પિત
- વાયુની ગુણવતામાં સુધારો કરવાની મદદ મળશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોચ્ચિ-મંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઈપ લાઈનને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ કાર્યક્રમ એક રાષ્ટ્ર, એક ગેસ ગ્રિડના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ કાર્ય હશે.આ ત્તકે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ પ્રધાનની સાથે-સાથે કર્ણાટક તેમજ કેરળના રાજ્યપાલ અને મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત રહેશે.
કોચ્ચિ-મંગલરુ પ્રાકૃતિક ગેસ પાઈપલાઈન
કુલ 450 કિલોમીટર લાંબી આ પાઈપલાઈનનું નિર્માણ ગેલ (ઈન્ડિયા) લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. જેની પરિવહન ક્ષમતા 12 મિલિયન મેટ્રિક ક્યૂબિક મીટર પ્રતિદિન છે. આ કોચ્ચિ (કેરળ) સ્થિત તરલીકૃત પ્રાકૃતિક ગેસ (એલએનજી)ના પુનર્ગાસીકરણ ટર્મિનલથી અર્નાકુલમ , ત્રિશૂર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લામાંથી થઈ મંગલુરુ (દક્ષિણ કન્નડ જિલ્લા, કર્ણાટક) સુધી પ્રાકૃતિક ગેસ લઈ જશે.
આ પરિયોજનાની કુલ કિંમત અંદાજે 3000 કરોડ રુપિયા હતી. એન્જિનિયરિંગના હિસાબે આ પાઈપલાઈન એક પડકાર હતી કારણ કે, આ પાઈપલાઈન તેમના માર્ગમાં 100થી વધુ સ્થાનો પર પાણી પાર કરવું જરુરી હતી. આ પડકાર કાર્ય ક્ષૈતિજ દિશાત્મક ડ્રિલિંગ વિધિના નામે એક વિશેષ ટેકનીકલ દ્વારા પુર્ણ કરવામાં આવી છે.
આ પાઈપલાઈનની સહાયતાથી સામાન્ય લોકો ઘરોમાં પાઈપ પ્રાકૃતિક ગેસ (પીએનજી) અને પરિવહન ક્ષેત્ર સંપીડિત પ્રાકૃતિક ગેસ (સીએનજી)ના રુપમાં પર્યાવરણને અનુકુળ અને સસ્તું ઈધણ પુરુ પાડશે.
આ પાઈપ લાઈન તેમના માર્ગમાં આવનાર જિલ્લાની વાણિજન્ય અને ઔધગિક એકમોને પણ પ્રાકૃતિક ગેસ પુરુ પાડશે. સ્વચ્છ ઈધણના વપરાશથી વાયુ પ્રદુષણ પર અંકુશ લાવતા વાયુની ગુણવતામાં સુધારો કરવાની મદદ મળશે.