વડાપ્રધાન મોદીએ કહ્યું આજની તારીખે દેશ પર સૌથી મોટો આતંકી હુમલો સાથે જોડાયેલી છે. 2008માં પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક લોકો મોતને ભેટયા હતા.
આ હુમલામાં ભારતીયોનું મોત થયું હતુ. તેમજ અન્ય કેટલાક દેશના લોકો પણ માર્યા ગયા હતા. મુંબઈમાં મૃત્યુ પામેલા બધા જ લોકોને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
આજનો દિવસ પૂજ્ય બાપુની પ્રેરણાનો, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિબદ્ધતાને પ્રણામ કરવાનો છે.
આવા અનેક પ્રતિનિધિઓએ ભારતના નવનિર્માણનો માર્ગ નક્કી કર્યો છે.
દેશ આ તમામના પ્રયાસોને યાદ રાખશે. આ ઉદેશ સાથે 5 વર્ષ પહેલા 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસના રુપમાં મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.