મોદીના આ રેલીમાં NDAએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ લોકસભા ચૂંટણી માટે રણશિંગુ ફુક્યું હતું. PM મોદી અને બિહારના મુખ્યપ્રધાન નિતિશ કુમાર રેલીમાં એકસાથે જોવા મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ગાંધી મેદાનની રેલીમાં બિહારના CM નીતિશ કુમાર, LJPના રામવિલાસ પાસવાન, બિહારના ડેપ્યુટી મુખ્ય પ્રધાન સુશીલ મોદી, BJP પ્રવક્તા શાહનવાઝ હુસૈન, આર.પી.સિંહ, ઉપેન્દ્ર યાદવ, સી.પી ઠાકુર વગેરે નેતા હાજર રહ્યા હતા.
રેલીમાં PMના સંબોધનના અંશ....
- કેટલાક લોકોની વાત પર પાકિસ્તાનમાં તાળીઓ વાગે છે.
- કેટલાક કહે છે, મોદીને સમાપ્ત કરી દો, મોદી કહે છે કે, આતંકવાદને સમાપ્ત કરો
- મારા પ્રયત્નોથી સાઉદી અરબની જેલમાં બંધ 850 લોકોને મુક્ત કરવામાં આવ્યાં
- આતંકવાદની વિરૂદ્ધ કામ કરવા માટે 21 પાર્ટીઓ અમારા વિરૂદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવા માટે જોડાયેલી છે.
- કેટલીક પાર્ટીઓના નેતાઓ જવાનોના પરાક્રમ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
- મહામિલાવટવાળા લોકો પોતાના સ્વાર્થ માટે જીવી છે, દેશ માટે નહીં.
- મહામિલાવટની સરકાર હોત તો મજબૂત નિર્ણય ન લઈ શક્યા હોત.
- બિહારના વિકાસ માટે કેન્દ્ર સતત મદદ કરી રહી છે.
- પટનાને સ્માર્ટ બનાવવાની પ્રક્રિયા વધારે ઝડપી બનશે.
- બિહારના વિકાસ માટે નીતિશ કુમારનો આભાર.
- શહાદત આપનાર બિહારના જવાનોને પ્રણામ.
રેલીમાં નીતિશ કુમારનું સંબોધન
- 2 ઓક્ટોબર, 2019 સુધી બિહાર દરેકને શૌચાલય મળશે.
- મહિલાઓના ઉત્થાન માટે બિહાર સરકાર કામ કરી રહી છે.
- ખેડૂતો માટે નવી યોજનાઓ લાવવા માટે PMને અભિનંદન
- બિહારની ભલાઈ માટે NDA સાથે ગઠબંધન કર્યું.
- આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં બિહારના ઘણા જવાનો શહીદ