PMOએ ટ્વિટ કર્યુ , હ્યૂસ્ટનમાં કાશ્મીરી પંડિત સમુદાયના એક પ્રતિનિધિમંડળે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી.
તેમણે ભારતની પ્રગતિ અને દરેક ભારતીયના સશ્કતિકરણ માટે ઉઠાવેલા પગલાનું સ્પષ્ટ સમર્થન કર્યું છે.
આ ઉપરાંત શિખ સમુદાયે વડાપ્રધાન પાસે IGI એરપોર્ટનું નામ બદલી ગુરુનાનક એરપોર્ટ રાખવા માટે ભલામણ કરી હતી.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકામાં રહેતા ભારતીયો અને અમેરિકનોને સંબોધશે. આ કાર્યક્રમમાં અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહેશે.