નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારોને કોરોના વાઇરસ સંક્રમણમાંથી જલ્દી જ સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી છે. મોદીએ ટ્વિટ કર્યું હતું કે, "મારા મિત્ર, રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારો, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે જલ્દી જ સાજા થઇ જાવ". બાલસોનારોએ મંગળવારે રાજધાની બ્રાસીલિયામાં પત્રકારો સાથે વાતચીત કરતા આ વાતની પુષ્ટિ મળી હતી.
-
My friend President @jairbolsonaro, my prayers and best wishes for your speedy recovery.
— Narendra Modi (@narendramodi) July 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">My friend President @jairbolsonaro, my prayers and best wishes for your speedy recovery.
— Narendra Modi (@narendramodi) July 8, 2020My friend President @jairbolsonaro, my prayers and best wishes for your speedy recovery.
— Narendra Modi (@narendramodi) July 8, 2020
બોલસોનેરોએ કહ્યું, "હું ઠીક છું." મારી તબિયત સારી છે. તબીબી સલાહને ધ્યાનમાં રાખી રહ્યો છું. આ અગાઉ માર્ચમાં, તેમણે ફ્લોરિડામાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા પછી ત્રણ વખત કોવિડ-19 તપાસ કરી હતી, જેમાં તેમને વાઇરસથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઇ ન હતી.
બ્રાઝિલ વિશ્વભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત બીજો સૌથી ચેપગ્રસ્ત દેશ બન્યો છે. વર્લ્ડમીટર અનુસાર બ્રાઝિલમાં અત્યાર સુધીમાં 16.43 લાખથી વધુ કોરોના વાઇરસના કેસ નોંધાયા છે. જો કે, બ્રાઝિલમાં કોરોના વાઇરસનો રીકવરી રેટ વધુ સારો છે અને અત્યાર સુધીમાં 10.72 લાખથી વધુ લોકોસાજા થયા છે.
હવે બ્રાઝિલના રાષ્ટ્રપતિ પણ કોરોના વાઇરસનો ભોગ બન્યા છે. તેમ છતાં તે કહેવામાં આવી રહ્યું છે કે હજી સુધી તેની તબિયત લગભગ સામાન્ય છે, ફક્ત હળવો તાવ છે. ગયા અઠવાડિયા સુધી, રાષ્ટ્રપતિએ ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને અઠવાડિયાના છેલ્લે તેઓ યુએસ એમ્બેસેડરને પણ મળ્યા હતા.