ETV Bharat / bharat

UNGAના 14માં સત્રને સંબોધશે PM મોદી, આતંકવાદના મુદ્દાને ઉઠાવશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 74માં સત્રને સંબોધિત કરશે. PM મોદી ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે મહાસભાનું સંબોધન કરશે. તેમના ભાષણ બાદ પાકિસ્તાનના PM ઈમરાન ખાન પણ સંબોધન કરશે. વડાપ્રધાન મોદી પાકિસ્તાને આડે હાથ લે તેવી શક્યતાઓ છે. તેમજ આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાનને વેશ્વિક મંચ પરથી ચેતવણી પણ આપી શકે છે.

Etv Bharat
author img

By

Published : Sep 27, 2019, 10:13 AM IST

2014માં પણ આપી ચૂક્યા છે ભાષણ
UNGAમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ બીજુ ભાષણ હશે. આની પહેલા વર્ષ 2014માં તેઓએ ભાષણ આપ્યું હતુ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારત હંમેશા અલગ અલગ વિષયો પર પોતાનો પક્ષ રાખતું આવ્યું છે. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સપ્ટેમ્બર 2016માં સંયુકત રાષ્ટ્ર મહાસતાના 71માં સત્ર દરમિયાન પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે ચેતવણી આપી હતી. તેમના આ ભાષણ ચર્ચામાં રહ્યું હતુ. વિપક્ષના નેતાઓએ પણ તેમની પ્રશંસા કરી હતી.

PM મોદી 21 સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસે છે. તે સૌપ્રથમ હ્યૂસ્ટન પહોંચ્યા હતા અને હાઉડી મોદીના કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમમાં PM મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકસાથે એક મંચ પર જોવા મળ્યા હતા. હ્યૂસ્ટન બાદ મોદી ન્યૂયોર્ક પહોંચ્યા અને ત્યા તેઓ બેઠક કરી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન મોદી 2 વખત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી ચૂક્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે PM મોદીની દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી. આતંકવાદ અને પાકિસ્તાનના મુદ્દા પર અમેરિકન પ્રમુખે કહ્યું કે, PM મોદી ખુદ તેની સાથે જાતે જ વ્યવહાર કરશે. તે દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને 'ફાધર ઓફ ઈંડિયા' તરીકે ઓળખાવ્યા હતા. PM મોદી અત્યાર સુધી અમેરિકાના એક ડઝનથી વધુ દેશોના વડાઓને મળી ચૂક્યા છે, તેઓ ઘણા વ્યવસાયિક નેતાઓને પણ મળી ચૂક્યા છે. બુધવારે PM મોદીએ બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમમાં વૈશ્વિક ઉદ્યોગકારોને સંબોધન કર્યું હતું અને રોકાણ માટે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.

વડાપ્રઘાન મોદી 25 સપ્ટેમ્બર એટલે કે શનિવારના રોજ અમેરિકાથી પરત ફરશે. તેમના સ્વાગત માટે BJP એ પણ તૈયારીઓ કરી લીધી છે. પાર્ટી PM મોદીનું ભવ્ય સ્વાગત કરશે. દિલ્હી ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં એરપોર્ટ પર પહોંચશે અને PM મોદીનું સ્વાગત કરશે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.